ગીર સોમનાથથી માતાનાં મઢ (કચ્છ) જતી પોલીસ ટીમની સાયકલ યાત્રાનું ટંકારાના વિરપર ગામે કરાયું સ્વાગત
SHARE
ગીર સોમનાથથી માતાનાં મઢ (કચ્છ) જતી પોલીસ ટીમની સાયકલ યાત્રાનું ટંકારાના વિરપર ગામે કરાયું સ્વાગત
મોરબી જિલ્લાના વીરપર ગામે ગીર સોમનાથ, ધોરાજી, રાજકોટ વગેરે વિસ્તારમાંથી સાત પોલીસ કર્મચારીઓ નવરાત્રી દરમિયાન દર વર્ષે માતાનામઢ કચ્છ ખાતે માં આશાપુરાના દર્શન સાયકલ યાત્રાથી કરે છે તેનું મોરબી જિલ્લાના વીરપર ગામ ખાતે ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું જે અંગેની વિશેષ માહિતી વીરપર ગામના ક્ષત્રિય સમાજના જયપાલસિંહ જાડેજા, દિગ્વિજયસિંહજી રાજપુત છાત્રાલય લીબડીના ભુતપૂર્વ વિદ્યાર્થીએ આપેલ વિગત એવી છે કે ગીર સોમનાથ જિલ્લા માં એલ.સી.બી. મા ફરજ બજાવતા પીઆઇ એ.બી. જાડેજા, દિગ્વિજય સિંહજી રાજપુત છાત્રાલય લીબડીના ભુતપૂર્વ વિદ્યાર્થી છે અને જે છેલ્લા સાત વર્ષથી માતાના મઢ કચ્છ વિસ્તારમાં મા આશાપુરા ના દર્શન સાયકલ યાત્રાથી કરી રહ્યા છે અને છેલ્લા ત્રણ વર્ષથી અન્ય પોલીસ કર્મચારીઓ પણ તેની સાથે જોડાય છે. આ યાત્રામાં પીઆઇ ઉપરાંત યુવરાજસિંહ સરવૈયા, ક્રિપાલસિંહ જાડેજા, જેઠુભા જાડેજા અને વિશાલભાઈ પરમાર વગેરે 7 પોલીસ કર્મચારીઓ જોડાયેલ છે. આ સાયકલ યાત્રાનું સ્વાગત ક્ષત્રિય, કોળી અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે વીરપરના રહેવાસી જયપાલસિંહ જાડેજા, પૂર્વ ઉપસરપંચ પ્રહલાદસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, ચંદ્રરાજસિંહ જાડેજા, ભૂપીરાજસિંહ જાડેજા અને કોળી સમાજના ભુપતભાઈ કોળી મુસ્લિમ સમાજના અબ્દુલભાઈ ઉન્નતપોત્રા સહિતના હાજર રહ્યા હતા.