લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઉત્કર્ષ બ્યુટી પાર્લરના લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ-કીટનુ વિતરણ કરાયું


SHARE

















મોરબીમાં ઉત્કર્ષ બ્યુટી પાર્લરના લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ-કીટનુ વિતરણ કરાયું

ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ચાલતા ઉત્કર્ષ બ્યુટી પાર્લરના લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ અને બ્યુટી પાર્લર કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉત્કર્ષ બ્યુટી પાર્લરના ૨૫ બહેનોને ઉમાબેન સોમૈયા કે જેઓ ઉમા બ્યુટી પાર્લર ચલાવે છે તેઓએ બ્યુટી પાર્લર ક્લાસમાં આવતા તમામ લાભાર્થી બહેનોને બે માસમાં સંપૂર્ણ બ્યુટી પાર્લર શીખવાડી તૈયાર કરવામાં આવ્યા અને તે અનુસંધાને સર્ટિફિકેટ અને બ્યુટી પાર્લર કીટનુ વિતરણ કરવામાં આવ્યું આ સેવાકીય પ્રવૃત્તિ મા ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા, સભ્ય ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા તથા રણછોડનગર કષ્ટભંજન હનુમાનજી મંદિરના મહંત બાબુભાઇ તેમજ બ્યુટી પાર્લર અને સિવણ કેન્દ્રના સંચાલિકા ઉમાબેન સોમૈયા તથા કાજલબેન જાનીના હસ્તે આપવામાં આવ્યા હતા આ સેવાકીય પ્રવૃત્તિ થકી તમામ લાભાર્થી બહેનો સમાજ તેમના કુટુંબીજનોને મદદરૂપ થાય પોતે પગભર બને તેવી ભાવના દેવકરણભાઈ આદ્રોજાએ વ્યક્ત કરી હતી.




Latest News