મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પ


SHARE







મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પ

કચ્છમાં માતાના મઢ જતા પદયાત્રીકો માટે મોરબીના ગ્રીન ચોકના આશાપુરા મિત્ર મંડળ દ્વારા કંઢેરાઈના પાટીયા પાસે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તારીખ 26 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી મોરબીના ગ્રીન ચોકના આશાપુરા મિત્ર મંડળના સભ્યો દ્વારા ભુજથી 13 કિલોમીટર નજીક દુધઈ રોડ પર કંઢેરાઈના પાટીયા પાસે પધ્ધર ગામની બાજુમાં સેવા કેમ્પનું આયોજન કરાયું છે. આ સેવા કેમ્પમાં પદયાત્રીકોને રહેવા, જમવા, ચા-નાસ્તો, મેડિકલ સુવિધા 24 કલાક આપવામાં આવશે. મહત્વનું છે કે આશાપુરા મિત્ર મંડળ દ્વારા 8 વર્ષ વાહન દ્વારા અને 14 વર્ષ કેમ્પ દ્વારા પદયાત્રીકો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો આ કેમ્પનો લાભ લેવા પદયાત્રીકોને અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે અશ્વિનભાઈ ઉભડીયા - 99130 52330, પ્રફુલભાઈ સોની - 98792 71793, મનસુખભાઈ બરાસરા(મનુકાકા) - 9879175277, પારસભાઈ પટેલ - 98981 52867, હીમાંશુભાઈ પારેખ - 94292 43096 પર સંપર્ક કરવો તેવું જણાવ્યુ છે

સેવા કેમ્પ માટે ખાસ

પગપાળા ચાલતા પદયાત્રીઓની સેવા અર્થે ઠંડા પીણા પાવાની ઈચ્છા ધરાવતા સેવાભાવી દાતાઓને હોલસેલ ભાવે ઠંડા પીણા મળશે. જેના માટે અલ્પેશ તથા અશ્વિન પરમારના મોબાઈલ નંબર 88499 25954 અને 93284 86100 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે અને એક દિવસ પહેલા ઓર્ડર આપવામાં આવશે તો પણ માલ મળી જશે તેવું જણાવ્યુ છે.






Latest News