મોરબીમાં સંકલ્પ દિવસ નિમિતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરાયા
મોરબીમાં વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલા ચાર આરોપી જેલ હવાલે
SHARE
મોરબીમાં વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલા ચાર આરોપી જેલ હવાલે
મોરબીની આરાધના સોસાયટીમાં રહેતા વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં વૃદ્ધે લખેલ ત્રણ પાનાની સુસાઇડ નોટ આધારે પોલીસે મૃતક વૃદ્ધના પત્ની ફરિયાદ લીધી હતી અને 15 શખ્સોની સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધાયો હતો જેમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતાં કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા તે રિમાન્ડ પૂરા થતાં આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ચારેય આરોપીઓને જેલ હવાલે કરેલ છે.
મૂળ ચરાડવા ગામના રહેવાથી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ આરાધના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હરેશભાઈ કાંતિભાઈ સાયતા (56) નામના વૃદ્ધે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવ સંદર્ભે મૃતકના પત્ની જ્યોતિબેન હરેશભાઈ સાયતા (58)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 15 વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું હતું કે, તેના પતિએ અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધેલા હતા જેની વ્યાજે રૂપિયા આપનારા શખ્સો દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જે માનસિક ત્રાસ્તિ કંટાળીને તેના પતિ દ્વારા પોતાના ઘરની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે જોકે મૃતકે આપઘાત કરતા પહેલા ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી હતી જેના આધારે મૃતકના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ ગુનામાં પોલીસે ભીખાભાઈ ઉર્ફે અમૃતલાલ લાલજીભાઈ ભોજાણી (61), નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી (58), ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા (61) અને જગદીશ ઉર્ફે જગાભાઈ દેવરાજભાઈ ઠક્કર (65) રહે. બધા જ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.