માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે મોરબીના શખ્સની ધરપકડ
SHARE









માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે મોરબીના શખ્સની ધરપકડ
માળીયા મીયાણાની ભીમાસર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 10 હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળીયાની ભીમાસર ચોકડી પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવતા પોલીસે 10 હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી તુલસીભાઈ હસમુખભાઈ શંખેસરિયા જાતે કોળી (35) રહે. પંચાસર રોડ રાજનગર સોસાયટી મોરબી મૂળ રહે. કુંભારીયા તાલુકો માળીયા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પોતાની પાસે હથિયાર શા માટે રાખતો હતો અને તે હથિયાર ક્યાંથી લાવ્યો છે તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
એક બોટલ દારૂ
વાંકાનેરની નર્સરી ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક નાની બોટલ મળી આવી હતી જેથી પોલીસે 200 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી જીતેશભાઈ વિનુભાઈ સારલા (27) રહે. હસનપર બીપીએલ વિસ્તાર વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
