માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે મોરબીના શખ્સની ધરપકડ
મોરબીના નીચી માંડલ પાસે સ્કોર્પિયો ગાડીના બોનેટ ઉપર કેક મૂકીને તલવાર વડે કટીંગ કરનારા જીઆરડી જવાન સામે ગુનો નોંધાયો
SHARE









મોરબીના નીચી માંડલ પાસે સ્કોર્પિયો ગાડીના બોનેટ ઉપર કેક મૂકીને તલવાર વડે કટીંગ કરનારા જીઆરડી જવાન સામે ગુનો નોંધાયો
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને વ્યુ વધારવા માટે ઘણી વખત ગુનાહિત કૃતિઓ કરવામાં આવતા હોય તેવું જોવા મળી રહ્યું છે તેવામાં મોરબી તાલુકામાં છેલ્લા ત્રણેક દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કારના બોનેટ ઉપર કેક રાખીને તેનું તલવાર વડે કટીંગ કરવામાં આવતું હોય અને અતિશબાજી થતી હોય તેવું જોવા મળતું હતું જે સંદર્ભે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીઆરડીના જવાનની સામે કલેકટરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબીમાં છેલ્લા ત્રણેક દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સ્કોર્પિયો ગાડીના બોનેટ ઉપર એક સાથે સાતથી આઠ જેટલી કેક મૂકવામાં આવી હતી અને તલવાર વડે તે કેકનું કટીંગ કરવામાં આવતું હોય, અતિશબાજી ચાલુ હોય તે પ્રકારના દ્રશ્યો આ વીડિયોની અંદર જોવા મળી રહ્યા હતા અને વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા વિડીયો ક્યાંનો છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી દરમિયાન મોરબીના જીઆરડી જવાન હરેશ સોલંકી તેમાં દેખાતા હોવાની માહિતી પણ સામે આવી હતી જેથી હાલમાં વાયરલ થયેલા વિડીયો બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીઆરડીના જવાન હરેશભાઈ પોપટભાઈ સોલંકી રહે. ઊંચી માંડલ તાલુકો મોરબી અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ગત તા. 20/9/ 2024 ના રાતના 9:00 વાગ્યાના અરસામાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ નજીક શ્રીહરિ કોમ્પલેક્ષ પાસે જાહેર જગ્યામાં કાળા કલરની સ્કોર્પિયો ગાડીના બોનેટ ઉપર હરેશ નામ લખેલી સાતથી આઠ જેટલી કેક રાખવામાં આવી હતી અને તે કેકને તલવાર વડે કટીંગ કરવામાં આવતી હોય તેમજ અતિશબાજી થતી હોય તેવું જોવા મળ્યું હતું અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ઇન્સટગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો હતો જેથી જાહેરમાં તલવાર વડે કેક કટીંગ કરનારા પોલીસ જવાન સહિતનાઓની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.બી.મિશ્રા ચલાવી રહ્યા છે
