ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

નવરાત્રીમાં વિધર્મીઓને ગાવા, વગાડવા કે રમવા આવવા દેવા ન જોઇએ, હનુમાન ચાલીસા કેન્દ્રો હિન્દુઓને સંગઠીત કરવાનું માધ્યમ: પ્રવિણ તોગડીયા


SHARE

















નવરાત્રીમાં વિધર્મીઓને ગાવાવગાડવા કે રમવા આવવા દેવા ન જોઇએ, હનુમાન ચાલીસા કેન્દ્રો હિન્દુઓને સંગઠીત કરવાનું માધ્યમ: પ્રવિણ તોગડીયા

આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની હાજરીમાં આજે મોરબીના જલારામ મંદિર ખાતે સંગઠનને મજબુત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખાસ કરીને તેઓએ હિન્દુઓને સંગઠિત થવા ઉપર અને જુદા જુદા વિસ્તારોની અંદર હનુમાન ચાલીસાના કેન્દ્ર શરૂ થાય તેના ઉપર પણ ભાર મૂક્યો હતો આ ઉપરાંત આગામી સમયમાં નવરાત્રી આવી રહી છે ત્યારે નવરાત્રી દરમિયાન કોઈ વિધર્મીને ગાવા કે વગાડવા માટે અથવા તો રાસ રમવા માટે પાર્ટી પ્લોટમાં પ્રવેશવા ન દેવા તેવી પણ પ્રવિણ તોગડીયા દ્વારા ટકોર તેમના કરવામાં આવી હતી.

આજે મોરબીના જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમની અંદર મોરબીમાંથી ભાજપ સાથે જોડાયેલા આગેવાનોપાલિકાના માજી પ્રમુખ સહિતના લોકો પણ હાજર રહ્યા હતા આ ઉપરાંત ઘણા બધા લોકો સંગઠનને મજબુત કરવાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તેમની હાજરીમાં પ્રવીણ તોગડીયાએ કહેયુ હતુ કેહાલમાં ઇઝરાયેલના એક કરોડ લોકો જે રીતે 20 કરોડ લોકોની સામે સંગઠિત થઈને લડી રહ્યા છે આવી જ રીતે હિન્દુઓ પણ ભારત દેશની અંદર સંગઠિત થઈને લડત લડે તે માટે થઈને લોકોને જાગૃત કરવા અને હિન્દુઓને સંગઠિત કરવા માટે થઈને જુદા જુદા સેન્ટરો ઉપર હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે.

વધુમાં તેમણે કહ્યું હતું કેઆજની તારીખે સમગ્ર ભારત દેશની અંદર એક લાખ સેન્ટરો ઉપર હનુમાન ચાલીસા કેન્દ્રો ચાલી રહ્યા છે અને જો મોરબીની વાત કરીએ તો મોરબીમાં 25 જેટલી જગ્યા ઉપર હનુમાન ચાલીસા કેન્દ્રો ચાલે છે જો કે આગામી સમયમાં 101 જેટલી જગ્યા ઉપર હનુમાન ચાલીસા કેન્દ્રો ચાલુ થાય અને હિન્દુઓ સંગઠિત થાય તેવી કામગીરી કરવા માટે મોરબી જિલ્લાના આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સહિતના હોદ્દેદારોને ટકોર કરી હતી.

તે ઉપરાંત ભુતકાળમાં મોરબીમાં નવરાત્રીના રાસ ગરબામાં જે ઘટના બની હતી અને જુદીજુદી જગ્યાએ ઘટનાઓ બની છે તેને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નવરાત્રી આવી રહી છે ત્યારે નવરાત્રીના પંડાલોમાં કોઈપણ જગ્યાએ કોઈ વિધર્મીઓને ગાવા કે વગાડવા માટે ન બોલાવવા જોઈએ અને તે ઉપરાંત તેઓને રાસ રમવા માટે પણ ન આવવા દેવા જોઈએ તેના માટે આયોજકો અને પોલીસે ધ્યાન રાખવું જોઈએ તેવી ટકોર પ્રવિન તોગડીયા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને ગિરીશભાઈ ઘેલાણીસી.ડી.રામાવતનિર્મિતભાઈ કક્કડ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News