મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હરિહર ધામ ખાતે કથામાં કાલે બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આવશે


SHARE













મોરબીના ખોખરા હરિહર ધામ ખાતે કથામાં કાલે બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આવશે

મોરબીના ખોખરા હરીહર ધામ ખાતે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી તથા અન્ય સંતો અને સેવક ગણ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ભાગવત ઉપર તત્વચિંતન કરનાર જગતગુરુ દ્વારાચાર્ય મુલુક પીઠાધેશ્વર પૂજ્ય સ્વામી રાજેન્દ્રદાસજી દ્વારા કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે. તેવામાં બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કાલે મોરબીમાં આવી રહ્યા હતા.

મોરબીના બેલા ગામે આવેલ ખોખરા હરિહર ધામ ખાતે ભાગવત કથા ચાલી રહી છે અને કાલે કથાનો છેલ્લો દિવસ છે ત્યારે બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કાલે તા. 25 ના રોજ બુધવારે મોરબી આવી રહ્યા છે અને મોરબીના બેલા ગામ નજીક આવેલ ખોખરા હનુમાન હરિહરધામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં હાજરી આપશે ત્યારે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દર્શન માટે અનુયાયીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.






Latest News