મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતાં એપાર્ટમેંટના ચોથા માળેથી પડીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE













મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતાં એપાર્ટમેંટના ચોથા માળેથી પડીને યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી લીલાપર રોડ આવેલ ઓમકાર રીસીડેન્સીમાં રહેતા યુવાને પત્ની સાથે નાની નાની વાતમાં ઝઘડો થતો હોવાથી કંટાળીને પોતે ચોથા મળેથી નીચે ઝંપલાવ્યું હતું જેથી કરીને યુવાનને શરીરે ગંભીર ઇજા થતાં તેને રાજકોટ સારવારમાં લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જે આપઘાતના બનાવની મૃતકના પત્ની દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ લાલદુસાગીતોઈમુઈ ઉર્ફે સોનીયા એમડીહીફઝુલા અબ્દુસ સહીદ જાતે મુસ્લીમ (37) ધંધો સ્પા રહે. બી-403 ઓમકાર રીસીડેન્સી લીલાપર રોડ મોરબી મુળ રહે. બે વેસ્ટ ભંડરીમાં સેન્ટ્રલ કેચમેન્ટ આર.એફ. નોથ ત્રીપુરા વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરી હતી કે તેના પતિ એમ.ડી.હીફઝુલા અબ્દુસ સહીદ જાતે મુસ્લીમ (32) રહે. બી 403 ઓમકાર રીસીડેન્સી લીલાપર રોડ મોરબી મુળ રહે. ગામ ગુલચરા પોસ્ટ ગુલચરા જીલ્લો કુરીમગઢ આસામ વાળાનું મોત નીપજયું હોવાની જાણ કરી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તા. 23/9 ના સાંજે 5:30 વાગ્યા પહેલા કોઈ પણ સમયે મોરબી લીલાપર રોડ આવેલ ઓમકાર રીસીડેન્સીમાં બી- 403 માંથી ચોથા માળેથી નીચે પાડીને આપઘાત કરેલ છે વધુમાં પોલીસે પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ મૃતક યુવાનને તેની પત્ની સાથે નાની નાની વાતમાં બોલાચાલી ઝઘડો થતો હતો જેથી તેને પોતાના ઓમકાર રીસીડેન્સીમાં આવેલા ફલેટમાંથી નીચે ઝપલાવી લીધું હતું જેથી તેને ઇજા થતાં પ્રથમ મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ બેભાન હાલતમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું છે. આ અંગેની આગળની તપાસ જે.એ.ઝાલા ચલાવી રહ્યા છે.






Latest News