મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો શુક્રવારે માર્કેટ યાર્ડ ખાતે  યોજાશે


SHARE













મોરબીમાં જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો શુક્રવારે માર્કેટ યાર્ડ ખાતે  યોજાશે

મોરબી જિલ્લામાં આગામી ૨૭ સપ્ટેમ્બરના રોજ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકોને સરકારની અનેક જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સુલભ બને અને લાભાર્થીઓને એક જ સ્થળ પરથી આ યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી આગામી તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. આ કાર્યક્રમમાં અનેક સરકારી યોજનાઓ અન્વયે સ્થળ પરથી જ લાભ-સહાયનું વિતરણ કરાશે. આ કાર્યક્રમ સુચારૂં રૂપે યોજાય તે માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક મળી હતી.

આ બેઠકમા જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના આયોજન સંદર્ભે સંબંધિત કચેરીઓને સોંપવામાં આવેલી ફરજ અને કામગીરી તથા કાર્યક્રમને લગતી તમામ વ્યવસ્થાઓનું આયોજન સુચારું રીતે થાય તે માટે અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળે પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા, વિવિધ યોજનાકીય સ્ટોલ્સ, કાર્યક્રમના સ્થળે ટ્રાફિક નિયમન, વાહન પાર્કિંગ, કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સહિતના મુદ્દાઓ અનુસંધાને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, આરએસસી એસ.જે. ખાચર, ડીઆરડીએ નિયામક એન.એસ. ગઢવી સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા






Latest News