મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા પાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે


SHARE









મોરબી અને માળીયા પાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

મોરબી જિલ્લામાં સેવા સેતુના 10 માં તબક્કાના અનુસંધાને આગામી તા ૨૭ અને ૨૮ સપ્ટેમ્બર દરમિયાન માળીયા તથા મોરબીમાં નગરપાલિકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય વ્યાપી સેવા સેતુ કાર્યક્રમના ભાગરૂપે જુદા જુદા સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. મોરબીમાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદી જુદી જગ્યાઓએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી અને માળીયા નગરપાલિકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૨૭/૦૯/૨૦૨૪, શુક્રવારના રોજ માળિયામાં શ્રી તાલુકા શાળા, માળીયા ખાતે નગરપાલિકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જ્યારે ૨૮/૦૯/૨૦૨૪, શનિવારના રોજ તાલુકા શાળા મણીમંદિર પાસે, મોરબી ખાતે મોરબી નગરપાલિકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વધુને વધુ લોકો લાભ લે તે અપેક્ષિત છે જેથી આ નગરપાલિકા કક્ષાના કાર્યક્રમોનો મોરબી તથા માળીયા શહેરી વિસ્તારના નાગરિકોએ વધુને વધુ લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.




Latest News