મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

હળવદના નવા અમરાપર પાસે નર્મદાની કેનાલમાંથી અજાણી 40 વર્ષની મહિલાની લાશ મળી: તપાસ શરૂ


SHARE









હળવદના નવા અમરાપર પાસે નર્મદાની કેનાલમાંથી અજાણી 40 વર્ષની મહિલાની લાશ મળી: તપાસ શરૂ

હળવદ તાલુકાના નવા અમરાપર ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી અજાણી 40 વર્ષની મહિલાની લાશ મળી આવેલ છે જેથી કરીને આ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે હળવદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા અમરાપર ગામે રહેતા સંજયભાઈ ઉર્ફે બકાભાઇ રામજીભાઈ અદગામા (36) નામના યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે તેઓના ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ અજાણી 40 વર્ષની ઉંમરની મહિલાની લાશ પડી છે જેથી કરીને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાં પડેલ મહિલાની લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે થઈને હળવદ તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે અને આ અંગેની આગળની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના જી.પી.ટાપરીયા ચલાવી રહ્યા છે

ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં

મોરબી તાલુકાના વીરપરડા ગામની સીમમાં વિકાસભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કાળુભાઈ મહેશભાઈ (22) નામના યુવાનને વાડીએ હતો ત્યારે ત્યાં ઝેરી જનાવર કરડી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News