વાંકાનેરના ગારીડા નજીક પોતાની જ ઇકો ગાડીમાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત
હળવદના રણજીતગઢ ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી માસૂમ બાળકીનું મોત
SHARE
હળવદના રણજીતગઢ ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી માસૂમ બાળકીનું મોત
હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈપણ કારણોસર ત્રણ વર્ષની માસુમ બાળકી પડી ગઈ હતી જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકીનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં રાયસંગપુર વાળા હસમુખભાઈ પ્રભુભાઈ દલવાડીની વાડી આવેલ છે ત્યાં રહેતાને મજૂરી કામ કરતા પાંડ્યાભાઈ તડવીની ત્રણ વર્ષની દીકરી દેવિકા કોઈપણ કારણોસર સિમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલના પાણીમાં ડૂબી ગઈ હતી જેથી કરીને તે બાળકીનું મોત નીપજયું હતું અને ત્યારબાદ કેનાલના પાણીમાંથી તેના મૃતદેહને બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બાઈક સ્લીપ
મોરબી તાલુકાના ભરતનગર ગામે રહેતા રણજીતભાઈ શાહુ (48) નામનો યુવાન બાઇક લઈને હનુમાનજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માતે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તે યુવાનને ઇજા થતાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.