મોરબીમાં રાઈડર્સ ક્લબ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પ ૪૮ લોકોએ કર્યું રકતદાન
મોરબીના સખી વન સ્ટોપ સેન્ટરમાં કાનૂની જાગૃતિ સેમિનાર યોજાયો
SHARE
મોરબીના સખી વન સ્ટોપ સેન્ટરમાં કાનૂની જાગૃતિ સેમિનાર યોજાયો
હાલમાં નેશનલ કમીશન ફોર વૂમનના સહયોગથી મહિલાઓ માટે કાનૂની જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ આર.કે. પંડ્યા સહિતનાઓની હાજરીમાં કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં આર.કે. પંડ્યાએ મહિલાઓને લગતા કાયદાની વિષે વિસ્તૃત માહિતી આપી હતી તો પેનલ એડવોકેટ પુષ્પાબેન ભટ્ટ અને એડવોકેટ રસીદાબેન પરમારે જુદીજુદી કાનૂની માહિતી આપી હતી સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક પ્રવિણાબેન પંડ્યાએ સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી આપી હતી અને ડો. ભાવનાબેન જાનીએ આરોગ્યની માહિતી આપી હતી અને મહિલા પીઆઈ વી.એલ. સાકરિયાએ કાયદાકીય માહિતી આપી હતી અને આ કાર્યક્રમના અંતે વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થીઓને સરકારી સહાયના ચેક મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા