મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત: માસૂમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE













મોરબી નજીક અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત: માસૂમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી

મોરબી માળીયા હાઇવે રોડ ઉપર આવેલ હોટલ નજીકથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણી કારના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ અજાણી કારના ચાલકની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના પીપળી ગામ પાસે આવેલ શિવ પાર્કમાં રહેતા ધીરજભાઈ છગનભાઈ નાગડુકિયા (58)એ અજાણી કારના ચાલક સામે ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ફર્ન હોટલ પાસેથી તેમનો દીકરો અશ્વિનભાઈ ધીરજભાઈ નાગડુકિયા (28) પોતાનું બાઈક નંબર જીજે 36 એજી 8060 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માત કરીને કાર ચાલક પોતાનું વાહન લઇને ઘટના સ્થળેથી નાસી ગયો હતો જો કે અકસ્માતના બનાવમાં ફરિયાદીના દીકરા અશ્વિનને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણી કારના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે વધુમાં મળી રહેલ માહિતી મુજબ અશ્વિનભાઈ નાગડુકિયા સિરામિકમાં કામકાજ કરતો હતો અને વાહન અકસ્માતમાં તેનું મોત નિપજતા તેની એક દીકરી છે જેને પિતાની છત્રછાંયા ગુમાવી છે.






Latest News