મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ: 10 શખ્સો જુગાર રમતા પકડાયા


SHARE









મોરબી-વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ: 10 શખ્સો જુગાર રમતા પકડાયા

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા વૃદ્ધના ઘરની અંદર જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી સહિતના કુલ સાત વ્યક્તિઓ મળી આવતા પોલીસે 65,500 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે નાનીવાવડી ગામે રહેતા મનસુખભાઈ નાથાભાઈ પડસુંબીયાના મકાનમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી મનસુખભાઈ નાથાભાઈ પડસુંબીયા (66) તેમજ પ્રવીણભાઈ પ્રેમજીભાઈ વસિયાણી (58), રામભાઈ બાબુભાઈ જીલરીયા (52), દુર્લભજીભાઈ મોહનભાઈ રૂપાલા (66), ચંદુલાલ નરસીભાઇ સંઘાણી (64), રમેશભાઈ હર્ષદભાઈ કુંભારવાડીયા (38) અને ભુપતભાઈ મોહનભાઈ ગોગરા (50) રહે બધા નાની વાવડી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 65,500 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર નજીક આવેલ લિંબાળા ગામે બસ સ્ટેશન પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા હતા ત્યારે ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઉસ્માનભાઈ હુશેનશા શેખ (35) રહે. કલ્યાણપર રોડ ટંકારા અને નાસીરભાઈ મહેમુદભાઈ શેખ (30) રહે ગારીયા ગામના બોર્ડ પાસે ઝૂંપડામાં વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને તેની પાસેથી 1,130 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે આવી જ રીતે વાંકાનેર સિટીમાં સ્ટેશન રોડ ઉપર હાઈ સ્કૂલની પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અશરફભાઈ કરીમભાઈ શેખ (28) રહે. ગારીયા ગામના બોર્ડ પાસે ઝુપડામાં મૂળ રહે. કલ્યાણપર રોડ ટંકારા વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 620 રૂપિયાની રોકડ કબજે કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News