મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

ટંકારાની લતીપર ચોકડી-હળવદના ઘનશ્યામ ગઢથી એક-એક મોબાઈલ ફોનની ચોરી


SHARE









ટંકારાની લતીપર ચોકડી-હળવદના ઘનશ્યામ ગઢથી એક-એક મોબાઈલ ફોનની ચોરી

ટંકારાની લતીપર ચોકડી પાસેથી તેમજ હળવદના ઘનશ્યામ ગઢ ગામના ટીકર રોડ ઉપરથી જુદા જુદા બે વ્યક્તિઓના બે મોબાઇલ ફોનની ચોરી થયેલ છે જેથી કરીને હાલમાં કુલ મળીને 43 હજાર રૂપિયાની કિંમતના બે મોબાઇલ ફોનની ચોરી થઈ હોવાની સ્થાનિક પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાય છે જેના આધારે પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

ટંકારાના તિલકનગરમાં ભાડાના મકાનમાં રહેતા મૂળ બિહારના રહેવાસી મહમદજબીરઅલી યુસુફમિયા મન્સૂરી (30) નામના યુવાને મોબાઇલ ચોરીની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટંકારાની લતી પર ચોકડી પાસે તેનો ભાણેજ મહમદ કુદરત હતો ત્યારે તેનો ઓપો કંપનીનો f 25 pro મોબાઈલ જેની કિંમત 23,000 છે તેની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આવી જ રીતે હળવદ તાલુકાના નવા ઘનશ્યામ ગઢ ગામે રહેતા હર્ષદભાઈ કાનજીભાઈ લોરીયા (45)એ અજાણ્યા શખ્સની સામે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઘનશ્યામ ગઢ ગામે ટીકર રોડ ઉપર આવેલ દુકાન પાસે તે હતા ત્યારે તેના ભત્રીજાનો વિવો કંપનીનો વી-29 મોડલનો મોબાઈલ ફોન જેની કિંમત 20,000 રૂપિયા થાય છે તે મોબાઇલ ફોનની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ચોરીની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News