વાંકાનેરમાં ખંભાળામાં પીઆઇ ઉપર હુમલોના ગુનામાં એક સપ્તાહમાં ૩૩ માંથી માત્ર ૧ આરોપી પકડાયો !
મોરબીના ખાનપર ગામે સુલેહ શાંતિ ભંગ કરવા ખોટા લેન્ડ ગ્રેબિંગ કેસ કરતાં રજૂઆત કરાઇ
SHARE
મોરબીના ખાનપર ગામે સુલેહ શાંતિ ભંગ કરવા ખોટા લેન્ડ ગ્રેબિંગ કેસ કરતાં રજૂઆત કરાઇ
મોરબીના ખાનપર ગામે ખોટા લેન્ડ ગ્રેબિંગ કેસ કરીને ગામની સુલેહ અને શાંતિ ભંગ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે અરજદાર જમીનમાં શરત ભંગ કરાતો હોવા અંગે ગ્રામ પંચાયતે મામલતદારને લેખિત રજૂઆત કરી છે
મોરબીની ખાનપર ગ્રામ પંચાયતના સરપંચ ખંતીલભાઈ ભીમાણીની આગેવાનીમાં મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે, ખાનપર ગામના અને હાલ મોરબી રહેતા અરજદાર પ્રવીણભાઈ કાનજીભાઈ બાર દ્વારા મહેસુલ વિભાગમાં અરજી કરેલ છે અને તેને સાંથણીમાં મળેલ જમીનમાં તળાવ સંપાદન થયેલ છે તો શું આ જમીન અરજદારને પછી મળવાલાયક છે અને જમીનનો તેમની પાસે કબજો પણ હતો નહિ ખાનપર ગામે સાંથણી વાળી જમીનની બે વાર માપણી થઇ ગયેલ છે જેમાં અરજદારની જમીનની માપણી થયેલ છે કે કેમ ? અમારી જાણ મુજબ જમીનની માપણી થયેલ જ નથી કારણકે તેમની પાસે જમીનનો કબજો હતો નહિ જેથી વ્યક્તિને જમીન મળવા પાત્ર નથી
આ સરકારી ખરાબો હોવાથી ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ અહી વૃક્ષો વાવ્યા હતા અને અરજદારની જમીનનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરાયો નથી હાલમાં ખાનપર ગામે આવેલ વર્ષો જૂની ગોમ્ટેશ્વર મહાદેવ મંદિર જગ્યામાં દબાણ કરેલ હોય તેવી લેન્ડ ગ્રેબિંગ અરજી કરલે છે અને જગ્યામાં આવું કોઈ દબાણ કરાયું નથી વર્ષોથી આ જગ્યા સમસ્ત ગ્રામજનો સાર્વજનિક હેતુ માટે ઉપયોગ કરાય છે આવી ખોટી અરજીઓ કરી ગામની સુલેહ અને શાંતિ ભંગ થાય તેવું છે જેથી કરીને આવી ખોટી અરજીઓ રદ કરવામાં આવે તે જરૂરી છે