મોરબીના ખાનપર ગામે સુલેહ શાંતિ ભંગ કરવા ખોટા લેન્ડ ગ્રેબિંગ કેસ કરતાં રજૂઆત કરાઇ
મોરબીના એલઇ ગ્રાઉન્ડની પથરી ફેરવી નાખતું તંત્ર !: યુવાનોની રજૂઆત કેમ નજરઅંદાજ ?
SHARE









મોરબીના એલઇ ગ્રાઉન્ડની પથરી ફેરવી નાખતું તંત્ર !: યુવાનોની રજૂઆત કેમ નજરઅંદાજ ?
મોરબીની ગત પેટા ચૂંટણીમાં તે સમયના મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભ ભાઈ પટેલ આવ્યા હતા ત્યારે તેઓને મોરબીના એક માત્ર એલઇ ગ્રાઉન્ડમાં યુવાનો ક્રિકેટ રમી શકે તેમજ આર્મી, નેવી, એર ફોર્સ, પોલીસની ભરતી માટે તૈયારી કરી શકે છે માટે આ મેદાનમાં અવાર નવાર સરકારી મેળાનું આયોજન કરવામાં આવે જેના કારણે મેદાન બગડી જાય છે માટે તેને અન્ય સ્થળે ખસેડવા માટે રજૂઆત કરી હતી અને તે વખતે કલેક્ટરને સૌરભભાઈ પટેલે આ મેદાનમાં મેળાનું આયોજન નહિ કરવામાં સૂચન પણ આપી હતી તેમ છતાં પણ આ વર્ષે ત્યાં જ મેળા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યારે તૈયારીઓ કરવામાં આવી રહી હતી ત્યારે જ યુવાનોએ તે મેળાનું સ્થાન બદલવામાં આવે તેવી માંગ કરી હતી જો કે તેને નજરઅંદાજ કરીને સરકારી તંત્ર દ્વારા મોરબીના એલઇ ગ્રાઉન્ડની પથરી ફેરવી નાખી છે જેથી કરીને યુવાનોમાં ભારે રોષની લાગણી છે અને શા માટે તંત્ર દ્વારા યુવાનોની વારંવારની રજૂઆતને નજરઅંદાજ કરવામાં આવે છે તેવો સવાલ કરવામાં આવેલ છે
