મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામા 27 કરોડની સરકારી સહાય 16 હજાર લાભાર્થીઓને સાંસદ-ધારાસભ્યની હાજરીમાં અર્પણ


SHARE













મોરબીમાં જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામા 27 કરોડની સરકારી સહાય 16 હજાર લાભાર્થીઓને સાંસદ-ધારાસભ્યની હાજરીમાં અર્પણ

મોરબી જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકોને સરકારની અનેક જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સુલભ બને અને લાભાર્થીઓને એક જ સ્થળ પરથી આ યોજનાઓનો લાભ મેળવી શકે તે હેતુથી આજે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં અવાયું હતું જેમાં સાંસદ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા અને કલેક્ટર સહિતના અધિકારીઓએ પણ હાજર રહ્યા હતા તેઓના હસ્તે જિલ્લાના ૧૬ હજારથી વધુ જરૂરિયાતમંદ લોકોને અંદાજીત ૨૭ કરોડ જેટલી રકમના વિવિધ લાભ વિતરણ કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ દરિદ્ર નારાયણને ગરીબીમાંથી બહાર લાવી તેમના આર્થિક સશક્તિકરણ માટે વર્ષ 2009-10 થી ગરીબ કલ્યાણ મેળાનો અભિનવ વિચાર આપેલો છે. ગરીબ કલ્યાણ હિતલક્ષી આ પરંપરાને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ ધપાવી છે ત્યારે આજે મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાએ ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો આ ગરીબ કલ્યાણ મેળા અન્વયે મેળા દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારના મળી અંદાજિત ૧૬ હજારથી વધુ જરૂરિયાતમંદ નાગરિકોને વિવિધ જેટલી જન કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત લગભગ અંદાજિત ૨૭ કરોડ જેટલી રકમના વિવિધ લાભ વિતરણ કરવામાં આવ્યા હતા.

આ ગરીબ કલ્યાણ મેળાને જરૂરીયાતમંદ લોકો માટે આશિર્વાદરૂપ ગણાવતાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ  જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર વંચિતો, ગરીબો અને ખેડૂતોને સમર્પિત સરકાર છે. આજે આરોગ્ય, શિક્ષણ, કૃષિ, સામજ કલ્યાણ સહિતના તમામ ક્ષેત્રે માળખાગત સુવિધા ઉપલબ્ધ બની છે. અને મહિલાઓને પગભર બનાવવા માટે બજેટમાં પણ મહિલાલક્ષી યોજનાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે, હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયના તેમના ભગીરથ કાર્યોના કારણે હાલ ગુજરાત વિકાસના રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત બન્યો છે. આજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત આ ક્ષેત્રે સતત પ્રગતિશીલ છે. છેવાડાના લોકોના વિકાસથી દેશનો વિકાસ સંભવ છે જેથી છેવાડાના તમામ લોકોને માટે મુખ્ય ધારા સાથે સાંકળવા તથા તેમના વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આજે અનેક કલ્યાણકારી યોજનાઓ ગરીબોને સીધો લાભ મળતો થયો છે.

આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરામોરાએ પ્રસંગિક પ્રવચન કર્યા હતા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીનાં વર્ચુલ રાજયકક્ષાના કાર્યક્રમ પ્રસારિત થયો હતો. આ પ્રસંગે સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે વ્હાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, અન્ન સુરક્ષા, મિશન મંગલમ, માનવ કલ્યાણ, માનવ ગરીમા યોજના સહિત અનેક યોજનાઓ હેઠળ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે  જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર સહિતના અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનજીભાઈ ભાગીયા, સહકારી અગ્રણી મગનભાઈ વડાવીયા સહિત હાજર રહ્યા હતા.








Latest News