મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી જમીન ઉપર કોઈનું પણ દબાણ હશે તો કોઇની પણ શહેશરમ રાખ્યા વગર દૂર કરાશે, કોમર્શિયલ ઉપયોગ થયો હશે તો સબંધિત વિભાગોને જાણ કરાશે: કલેક્ટર


SHARE













મોરબીમાં સરકારી જમીન ઉપર કોઈનું પણ દબાણ હશે તો કોઇની પણ શહેશરમ રાખ્યા વગર દૂર કરાશે, કોમર્શિયલ ઉપયોગ થયો હશે તો સબંધિત વિભાગોને જાણ કરાશે: કલેક્ટર

મોરબીના લીલપર રોડે આવેલ વજેપરના સર્વે નંબર વાળી સરકારી જમીન પર ટંકારા તાલુકા ભાજપના માજી પ્રમુખ અરવિંદ બારૈયા દબાણ કરેલ છે અને ત્યાં પાર્ટી પ્લોટ આવેલ છે જે દબાણને લઈને હાલમાં મામલતદારમાં કેસ ચાલી રહ્યો છે અને આજે જિલ્લા કલેક્ટર દ્વારા ડીએલઆરને માપણી કરવા માટેનો આદેશ કરવામાં આવેલ છે. અને સરકારી જમીન ઉપર કોઈનું પણ દબાણ હશે તો કોઇની પણ શહેશરમ રાખ્યા વગર તે દબાણને દૂર કરવામાં આવશે અને જો સરકારી જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવેલ હશે તો લાગુ પડતાં વિભાગોને પણ જાણ કરવામાં આવશે.

મોરબીના લીલાઓર રોડે વજેપર ગામના સર્વે નં. 1116 પૈકીની સરકારી ખરાબાની જમીન આવેલ છે તે જમીનની આગળના ભાગમાં ક્લાસિક પાર્ટી પ્લોટ આવેલ છે અને પાર્ટી પ્લોટનું સંચાલન કરતાં અરવિંદભાઇ બારૈયા કે જે ટંકારા તાલુકા ભાજપના માજી પ્રમુખ તેના દ્વારા મંડપ સર્વિસનો માલસામાન રાખવા માટે ડોમ વિગેરે બનાવવામાં આવેલ છે અને છેલ્લા ઘણા વર્ષોથી તેના દ્વારા દબાણ કરવામાં આવેલ છે અને ત્યાર લગ્નપ્રસંગો અને રાજકીય સભાઓ સહિતના કાર્યક્રમો યોજાઇ છે. અને તંત્ર પાસેથી મળેલ માહિતી મુજબ અંદાજે બે એકરથી વધુ સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવેલ છે અને અને કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીન ઉપર ભાજપના આગેવાને દબાણ કરેલ છે.

તે બાબતે જિલ્લા કલેક્ટર કે.બી ઝવેરી સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, અરવિંદભાઇ બારૈયા દ્વારા લીલાપર ગામ નજીક સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરવામાં આવેલ છે તેનો કેસ હાલમાં મામલતદાર દ્વારા કચેરીમાં કેસ ચાલે છે અને આ જમીનની માપણી કરવા માટે ડીએલઆર ને સૂચના આપવામાં આવેલ છે અને આજે સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ કરવા હુકમ કરેલ છે અને અંતમાં કલેકટરે એવું પણ કહ્યું હતું કે, સરકારી જમીન ઉપર કોઈપણનું દબાણ હશે તો તે શહેશરમ રાખ્યા વગર તોડી પાડવામાં આવશે આટલું જ નહીં જો સરકરી જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવેલ હશે તો આ અંગે જીએસટી અને લાગુ પડતાં વિભાગોને પણ જાણ કરવામાં આવશે.

આ બાબતે અરવિંદભાઇ બારૈયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, જે કલાસિક પાર્ટી પ્લોટનો અહેવાલ આવેલ છે તે તેમની માલિકીનો છે અને જે દબાણની વાત છે તેને લઈને હાલમાં તંત્ર દ્વારા જે પણ સહયોગ માંગવામાં આવેલ છે તેમાં સહયોગ આપેલ છે અને આગામી સમયમાં પણ તંત્ર તરફથી જે સહકાર માંગવામાં આવશે તે તેમના દ્વારા આપવામાં આવશે અને તંત્ર જે આદેશ કરશે તે તેઓને સીરોમાન્ય રહેશે. અને વધુમાં તેમણે કહ્યું હતું કે વધારાની જમીન માંગવાની અરજી તેઓની દ્વારા કરી દેવામાં આવેલ છે અને તેના માટેની પણ કાર્યવાહી હાલમાં ચાલી જ રહી છે.






Latest News