મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો : રવાપરની યુવતીને સુરત ફરવા લઈ જઈ હોટલમાં બળાત્કાર


SHARE













મોરબીના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો : રવાપરની યુવતીને સુરત ફરવા લઈ જઈ હોટલમાં બળાત્કાર

મોરબી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર રહેતા એક પરિવારની યુવતી તેના વિસ્તારમાં જ રહેતા યુવકના પરિચયમાં હતી.જેથી યુવક તેણીને ફરવાના બહાને સુરત લઈ ગયો હતો અને ત્યાં કામરેજ વિસ્તારમાં એક હોટલમાં યુવતીની સાથે તેણીની ઇચ્છા વિરૂધ્ધ બળજબરી આચરી હતી.જેથી કરીને ભોગ બનેલ યુવતીએ સમગ્ર ઘટનાની પરિવારને જાણ કરતા પરિવારે હિંમત આપતા યુવતીએ જાત ફરિયાદી બનીને પોલીસમાં ફરિયાદ આપી હતી.જેથી મોરબી એ ડિવિઝન પોલીસે (૦) જીરો નંબરથી ગુનો દાખલ કરીને સુરત પોલીસને મોકલી હોવાનું હાલ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર રહેતા એક પરિવારની યુવતી તેના જ વિસ્તારમાં રહેતા ઉદય રતિલાલ સનારીયા નામના યુવકના પરિચયમાં હતી.જેથી તે યુવક તે યુવતીને ફરવાના બહાને ગત તા.૧૩-૫-૨૪ થી તા.૧૫-૫૨૪ દરમિયાન સુરત લઈ ગયો હતો અને ફરવાના બહાને સુરત લઈ ગયા બાદ સુરતના કામરેજ વિસ્તારની એક હોટલમાં તે યુવતીની સાથે તેણીની ઈચ્છા વિરૂધ્ધ બળજબરી આચરી હતી.જેથી કરીને મોરબી આવ્યા બાદ સમગ્ર ઘટનાની યુવતીએ તેના પરિવારજનોને જાણ કરતા પરિવારજનોએ હિંમત આપતા ભોગ બનેલ યુવતીએ જાત ફરિયાદી બનીને ઉદય રતિલાલ સનારીયા નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેથી હાલ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમતસિંહ જાડેજા દ્વારા ઝીરો (૦) નંબરથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ફરિયાદ સુરત પોલીસને આગળની તપાસ અર્થે મોકલવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.અત્રે નોંધનીય છે કે હાલના સમયમાં માતા-પિતાઓએ સતર્ક રહેવાની જરૂર છે અને તેમના સંતાનોને ભય સ્થાનો વિશે સતત સમજાવતું રહેવું પડે તેવો અત્યારનો સમય છે.

વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં અજાણ્યા વાહનના ચાલકે બાઇકને હડફેટે લેતા હંસરાજભાઈ નરસિભાઈ કોબીયા (રહે.કોઠારીયા-વાંકાનેર) નામના ૩૭ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચી હતી.જેથી ઈજાગ્રસ્ત હાલતમાં તેને મોરબી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News