માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયરિંગની ઘટના બાદ હોટલના સંચાલક સહિત બે સામે વધુ બે ગુના નોંધાયા


SHARE







મોરબીમાં ફાયરિંગની ઘટના બાદ હોટલના સંચાલક સહિત બે સામે વધુ બે ગુના નોંધાયા

મોરબીના શનાળા ગામ પાસે આવેલ હોટલના ગ્રાઉન્ડમાં ફાયરિંગની ઘટના બની હતી જે બનાવ સંદર્ભે તપાસ માટે પહોંચેલી પોલીસની ટીમ દ્વારા હોટલના સંચાલકની બે ગાડીઓને ચેક કરવામાં આવતા તેમાંથી છરી, ધારિયા અને બેઝબોલનો ધોકો વગેરે જેવી હથિયાર મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે બે શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં હથિયાર રાખવાનો ટ્રેન્ડ દિવસેને દિવસે વધી રહ્યો છે અને છરી, ધોકા વગેરે જેવા હથિયારો ગાડીઓમાંથી અવારનવાર મળી આવતા હોય છે તેવામાં મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ હોથલ હોટલના ગ્રાઉન્ડમાં ગઈકાલે રાત્રે 8:30 થી 09:00 વાગ્યાના અરસામાં મિસ ફાયરિંગની એક ઘટના બની હતી જેમાં યુવાનને સાથળના ભાગે ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને તે બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે હથિયાર બાબતનો બે શખ્સો સામે ગુનો નોંધાયો હતો જોકે ઘટના બની ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો સ્થળ ઉપર તપાસ માટે પહોંચ્યો હતો ત્યારે ત્યાં સ્થળ ઉપર હાજર રહેલા હોથલ હોટલના સંચાલક રવિભાઈ પરબતભાઈ ખટાણા જાતે રબારી (24) રહે, ઘુનડા તાલુકો ટંકારા વાળાની જીપને ચેક કરવામાં આવતા તેમાંથી છરી મળી આવી હતી જેથી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો તે ઉપરાંત શિવમ ભગવાનજીભાઈ ભૂંભારિયા જાતે રબારી (29) રહે. ત્રાજપર ચોકડી પાસે મોરબી વાળાની ફોર્ચ્યુનાર ગાડીને ચેક કરવામાં આવતા તે ગાડીમાંથી છરી, ધારિયું અને બેઝબોલનો ધોકો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની સામે પણ ગુનો થયો હતો આમ હોથલ હોટલના ગ્રાઉન્ડમાં થયેલ ફાયરિંગની ઘટના બાદ જુદા જુદા બે વાહનોમાંથી હથિયારો મળી આવતા પોલીસે બે વધુ ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાળક સારવારમાં

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન રોડ પર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા વિજયભાઈ ધામેચા ના 12 વર્ષના દીકરા સુજલ ધામેચાને રમતા રમતા ખાડામાં પડી જવાના કારણે ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાળકી સારવારમાં
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ નજીક ટોરીનો ટાઇલ્સ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સંજયભાઈ નાયકની 11 વર્ષની દીકરી કવિતા સંજયભાઈ નાયકને મહેન્દ્રનગર ચોકડી પાસે હતી ત્યારે ત્યાં અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા હાથના ભાગે ફેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ બાળકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News