મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

હળવદમાં હત્યા-કોર્ટ પાસે ફાયરીંગ કરી જીવલેણ હુમલાના ગુનામાં નાસતા ફરતા જેલ ફરારી આરોપીની એમપીથી ધરપકડ 


SHARE













હળવદમાં હત્યા-કોર્ટ પાસે ફાયરીંગ કરી જીવલેણ હુમલાના ગુનામાં નાસતા ફરતા જેલ ફરારી આરોપીની એમપીથી ધરપકડ 

હળવદ કોર્ટ પાસે ફાયરીંગ કરીને હત્યા અને જીવલેણ હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદીએ વચગાળાના જામીન મેળવ્યા હતા અને તે છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલ ફરાર હોય જે નાસતા ફરતા-પેરોલ જમ્પ આરોપીને મોરબી જિલ્લા એલસીબીની ટીમે પકડીને જેલ હવાલે કરેલ છે.

મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે તેવામાં પેરોલ ફર્લો સ્કોડના વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા, ભગીરથસિંહ ઝાલાને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદમાં કોર્ટ પાસે ફાયરિંગ કરીને હત્યા અને જીવલેણ હુમલાના ગુનામાં પકડાયેલ કાચા કામના કેદી રાજેશભાઇ મનજીભાઇ ભોરણીયા રહે. જુના દેવળીયા વાળો મોરબી જેલમાં હોય જેના નામદાર સેસન્સ કોર્ટ મોરબીમાંથી તા.૪/૫/૨૦૨૧ થી તા.૧૨/૫/૨૦૨૧ સુધીના વચગાળાના જામીન મંજુર કરેલ હતા જે આધારે મજકુર આરોપી જેલ માંથી મુક્ત થયો હતો અને આરોપીને તા.૧૨/૫/૨૦૨૧ ના રોજ મોરબી સબ જેલમાં હાજર થવાનું હતું જો કે, તે છેલ્લા સાડા ત્રણેક વર્ષથી જેલ ફરાર હતો.

આ આરોપીએ આ સમય ગાળા દરમ્યાન ગઇ તા.૨૬/૧૨/૨૦૨૩ ના રોજ હળવદ કોર્ટ પાસે ફરીયાદી પ્રદ્યુમનસિંહ દશરથસિંહ પરમાર તથા તેમના ભાઇ પંકજસિંહ દશરથસિંહ પરમાર રહે. બન્ને દેવળીયા વાળા હળવદ કોર્ટ મુદતે આવેલ હતા ત્યારે કાચા કામનો જેલ ફરારી આરોપી તથા પોતાના દિકરા પ્રેમ સાથે મળી ફરીયાદી તથા તેમના ભાઇ ઉપર હથિયાર વડે ફાયરીંગ કરી ખુનની કોશીષનો ગંભીર પ્રકારનો ગુનો કર્યો હતો અને નાશી ગયેલ હતો જેથી હળવદ પોલીસ સ્ટેશને જીવલેણ હુમલાનો ગુનો વર્ષ ૨૦૨૩ માં નોંધાયેલ હતો 

જે ગુનામાં આરોપી નાસતો ફરતો હતો અને ફરારી આરોપી મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર જિલ્લાના ફુલમાલ પોલીસ ચોકી વિસ્તારમાં આવેલ પીપલીયાવાત ગામ ખાતે હોવાની હકિકત મળી હતી જેથી કરીને પીએસઆઈ વી.એન.પરમાર અને પેરોલ ફર્લો સ્કોડની ટિમ મધ્યપ્રદેશ તપાસ અર્થે ગયેલ હતી અને તપાસ કરતા આરોપી રાજેશભાઇ ઉર્ફે મુન્નો મનજીભાઇ ભોરણીયા જાતે પટેલ (૪૨) રહે. જુના દેવળીયા તાલુકો હળવદ વાળો મળી આવતા તેને હસ્તગત કરીને મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ છે. આ કામગીરી પીઆઇની સૂચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News