મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકની કોલસાની ચોરી-છેતરપીંડીના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીના જામીન મંજૂર


SHARE













માળીયા (મી) તાલુકની કોલસાની ચોરી-છેતરપીંડીના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીના જામીન મંજૂર

માળીયા પોલીસ સ્ટેશનમાં કોલસાની ચોરી તેમજ છેતરપીંડીની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને તેના જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં વકીલની દલીલ અને જુદીજુદી કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને આરોપીના જામીન મંજૂર કરવામાં આવેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ માળીયા પોલીસ સ્ટેશનમાં કેતનભાઈ ગુણવતભાઈ વ્યાસ,  સુરેશભાઈ રામજીભાઈ સરવૈયા અને મેહુલગીરી મહેશગીરી ગોસ્વામી વિરુદ્ધ આઇપીસીની કલમ 406, 420, 465, 467, 468, 471, 120 (બી)-34 મુજબ ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પોલીસે આરોપીઓને પકડીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કર્યા હતા અને આ આરોપીના જામીન માટેની અરજી મોરબીના સિનિયર વકીલ મનીષ ઓઝા (ગોપાલ ઓઝા) અને મેનાઝ એ. પરમાર મારફત મોરબીની સેસન્સ કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં મોરબીની સેસન્સ કોર્ટના જજ કે.આર.પંડ્યા સાહેબ સમક્ષ રેગ્યુલર જામીન અરજી માટે મનીષ ઓઝા દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા રજૂ કર્યા હતા તેને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે.






Latest News