મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં મૃતકના પરિવારને ૫.૧૦ લાખનો વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE







મોરબીમાં મૃતકના પરિવારને ૫.૧૦ લાખનો વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબી તાલુકાનાં બીલીયા ગામના વતની વૈશાલીબેન રાજીવભાઈ સાણંદીયાને બેંકે વીમો ચુકવવાની ના પડી હતી અને જેથી તેમણે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો અને તેમના મારફતે ગ્રાહક તકરાર નિવારણ કોર્ટમાં ગયા હતા જેમાં કોર્ટે વૈશાલીબેનને રૂપિયા ૫.૧૦ લાખ તા. ૮/૬/૨૩ થી ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે.

જાણવા મળતી માહિતી મુજબ વૈશાલીબેનના પતિ રાજીવભાઈએ એક્સીસ બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. અને બેંકે ગ્રાહકને પ્રલોભન આપ્યું હતું કે, અમારી બેંકમાં ખાતું ખોલાવશો તો તેની સાથે એટીએમ કાર્ડ ફ્રી કોસ્ટમાં મળશે. સાથે જ પર્સનલ એક્સીડન્ટ વીમો ૫ લાખનો મળશે. જેથી ત્યાં ખાતું ખોલવ્યું હતું અને તા. ૧૮/૩/૨૨ ના રોજ વૈશાલીબેનના પતિ સાઇકલ લઈને જતા હતા ત્યારે ટ્રક સાથે અકસ્માત થયો હતો અને તેમનું મોત નીપજયું હતું જો કે, વૈશાલીબેને વીમા માટે બેંકને તમામ કાગળો રજુ કર્યા હતા પરંતુ બેંકે કોઈ જવાબ આપ્યો ન હતો અને ત્યારબાદ તેઓએ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જેમાં કોર્ટે એક્સીસ બેંકને વૈશાલીબેન સાણંદીયાને ૫ લાખનો વીમો તેમજ ૧૦ હજાર રૂપિયા માનસિક ત્રાસ માટે અને તા. ૮/૬/૨૩ થી ૯ ટકા વ્યાજ સાથે રકમ આપવા આદેશ કર્યો છે.






Latest News