મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરની મહિલાને 16 લાખની લોન આપવાનું કહીને 36 હજારની છેતરપિંડી: ફેસબુક એકાઉન્ટના ધારક સામે નોંધાયો ગુનો


SHARE









વાંકાનેરની મહિલાને 16 લાખની લોન આપવાનું કહીને 36 હજારની છેતરપિંડી: ફેસબુક એકાઉન્ટના ધારક સામે નોંધાયો ગુનો

વાંકાનેરના નવાપરા આશીર્વાદ પેટ્રોલ પંપ પાસે રહેતી મહિલાને ફેસબુક આઇડીની લીંક મોકલીને મકાન બનાવવા માટે થઈને રૂપિયા 16 લાખ આપવાની લાલચ આપી હતી ત્યારબાદ તેની પાસેથી ઓનલાઈન મોબાઈલ, કયુ.આર કોડ તથા એકાઉન્ટ વ્હોટ્સમાં જુદી જુદી તારીખે કુલ મળીને 36 હજાર રૂપિયા મેળવી લીધા હતા અને તે રૂપિયા પાછા આપેલ નથી અને 16 લાખની લોન પણ અપાવેલ નથી જેથી ભોગ બનેલ મહિલાએ વિશ્વાસઘાત, છેતરપિંડી અને સાયબર ક્રાઇમ ફ્રોડની ફરિયાદ નોંધાવેલ છે તેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ નવાપરા આશીર્વાદ પેટ્રોલ પંપ પાસે રહેતા નજમાબેન નાસીરભાઈ શાહમદાર જાતે ફકીર (36) એ હાલમાં ફેસબુક આઇડી એકાઉન્ટ Harsha Sai પ્રોફાઇલ લીંક https;//www.facebook.com/profle.php?id- 61560228734058 વાળા અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 12/8/2024 ના બપોરે 12:30 વાગ્યાના અરસામાં આરોપીએ ફરિયાદી મહિલાને મકાન બનાવવા માટે રૂપિયા 16 લાખ આપવાની લાલચ આપી હતી અને ઓનલાઇન મોબાઇલ તેમજ ક્યુ.આર કોડ અને એકાઉન્ટ વ્હોટ્સ માં જુદી જુદી તારીખ અને સમયે કુલ મળીને 36 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા જોકે, ત્યારબાદ હજુ સુધી મહિલાને 16 લાખની લોનના અપાવેલ નથી કે જુદી જુદી રીતે મેળવેલા પૈસા તેને પાછા આપેલ નથી જેથી મહિલાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવા અંગેની તેણે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ઓનલાઈન સાઈબર ફ્રોડ, વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News