મોરબીના રફાળેશ્વરમાં ખુની હુમલો, એટ્રોસીટી અને છેડતીના ગુનામાં પકડાયેલા બે આરોપીના શરતી જામીન મંજૂર
માળીયા (મી) તાલુકાના દારૂના ગુનામાં 10 વર્ષથી નાસતો ફરતો આરોપી રાજસ્થાનથી પકડાયો
SHARE







માળીયા (મી) તાલુકાના દારૂના ગુનામાં 10 વર્ષથી નાસતો ફરતો આરોપી રાજસ્થાનથી પકડાયો
માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં આરોપી છેલ્લા દસેક વર્ષથી નાસતો ફરતો હતો જે આરોપી રાજસ્થાનના સીરોહી જિલ્લાના મંડાર વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપીને હસ્તગત કરેલ છે અને આરોપીને પેરોલ ફર્લો સ્કોડની ટીમ પકડીને મોરબી લાવી હતી અને આરોપીને માળીયા પોલીસ હવાલે કરેલ છે.
મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ તેઓબના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એન.પરમાર અને પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2014 માં નોંધાયેલ દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી અર્જુનસિંહ દોલતસિંહ સોલંકી રહે. સેવાડા તાલુકો રાણીવાડા (રાજસ્થાન) વાળો હાલે સીરોહી જિલ્લાના રેવદર તાલુકા રાયપુર ગામે હોવાની ચોકકસ હકિકત મળી હતી જેના આધારે મંડાર પોલીસ સ્ટેશન વિસ્તારના રાયપુર ગામે તપાસ કરતા નાસતો ફરતો આરોપી અર્જુનસિંહ દોલતસિંહ ઉતમસિંહ સોલંકી (43) રહે. હાલ રાયપુર તાલુકો રેવદર જીલ્લો સીરોહી (રાજસ્થાન) થી મળી આવેલ છે જેથી તેને હસ્તગત કરીને મોરબી લાવ્યા હતા અને આ આરોપીને માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે
વાંકાનેર મારામારી
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ નજીક ગ્રેસટોન સિરામિક નામના યુનિટમાં રહી મજૂરી કામ કરતા બાલુભાઈ દેવશીભાઈ વર્મા (૨૦) નામના યુવાનને સરતાનપર નજીક આવેલ બાબા રામદેવ હોટલ પાસે અજાણ્યા ઈશમે ધોકા વડે માર મારતા સારવાર માટે અત્રેની સિવિલ લાવવામાં આવ્યો હતો.મારામારીનો બીજો બનાવ રાતાવિરડા ગામે ટોરીનો સિરામિક નામના યુનિટ પાસે બન્યો હતો.જેમાં અશોક કૈલાશભાઈ વર્મા નામના ૨૮ વર્ષના યુવાનને રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં યુનિટ ખાતે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલએ લવાયો હતો.
બાળક સારવારમાં
મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિવારનો રોહિત દિલીપભાઈ નામનો નવ મહિનાનો બાળક ઘરે રમતો હતો.ત્યારે રમતા રમતા માથાના વાગે ટેબલ લાગી જતા તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબી તાલુકાના જીકીયારી ગામે રહેતા વિજયાબેન ચંદુભાઈ બસાતરીયા નામના ૪૯ વર્ષના મહિલા તેઓના ઘર પાસે પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લવાયા હતા અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર દ્વારા તપાસ કરવામાં આવી હતી.
