હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમ સહિત ત્રણ મંદિરમાં ચોરી કરનાર ચાર શખ્સોની 2.91 લાખના મુદામાલ સાથે ધરપકડ મોરબી જીલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના-મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું મોરબી જિલ્લા આહીર સેના હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપશે આવેદનપત્ર મોરબીમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે આરોપીને એલસીબીની ટીમે દબોચ્યો મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ મોરબી જિલ્લામાં આર્મી-એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા ઇચ્છુક યુવાનો માટે ૩૦ દિવસની નિવાસી તાલીમનું આયોજન મોરબી મનપાની ટિમ દ્વારા નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજાઇ મોરબીમાં આગામી ૪ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે
Breaking news
Morbi Today

મોરબીના શાપર-રંગપર પાસે એસએમસીની દેશીના ધંધાર્થીઓ ઉપર રેડ: 12 શખ્સો પડકાયા, મુખ્ય 6 આરોપીઓ હાલમાં વોંટેડ


SHARE















મોરબીના શાપર-રંગપર પાસે એસએમસીની દેશીના ધંધાર્થીઓ ઉપર રેડ: 12 શખ્સો પડકાયા, મુખ્ય 6 આરોપીઓ હાલમાં વોંટેડ

મોરબી જીલ્લામાં નશીલા પદાર્થનું ખુલ્લે આમ વેચના કરવામાં આવતું હોય તેવો ઘાટ ઘણી જગ્યાએ જોવા મળે છે અને છેલ્લા મહિનાઓમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરીઓ પણ મોરબીમાંથી પડકાયેલ છે આ ઉપરાંત દારૂનો મોટો જથ્થો ભરેલા બે ગોડાઉન પણ છેલ્લા મહિનાઓમાં પકડાયેલ છે તે હકકીત છે તેવામાં એસએમસીની ટીમે મોરબીના મોરબી જેતપર રોડ, શાપર ગામની સિમમા કેનલની બજુમા તેમજ રંગપર ગામની સિમમા આવેલ વેન્ગાટો સિરામિકની બજુમા આવેલ ખુલ્લી જગ્યામા દેશી દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂનું કટિંગ અને વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે 1,68,450 નો મુદામાલ કબજે કરીને 12 શખ્સોને પકડાયા હતા જો કે, દારુનો ધંધો કરનારા મુખ્ય 6 આરોપીઓ હાલમાં વોંટેડ છે.

જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી 236 લિટર દેશી દારૂનો જથ્થો જેની કિંમત 47,200, રોકડા રૂપિયા 15,950, ત્રણ મોબાઈલ જેની કિંમત 15,000 અને ત્રણ વાહન જેની કિંમત 90,000 આમ કુલ મળીને 1,68,450 નો મુદામાલ કબજે કરેલ છે અને સ્થળ ઉપરથી એસએમસીની ટીમે આરોપી દારૂનું વેચાણ કરનાર સુનિલસિંગ બ્રીજરાજસિંહ ઠાકુર રહે.  પાવડિયા કેનાલ પાસે શાપર, દેશી દારૂ પુરો પડનાર સિરાજ ફારુકભાઈ ભટ્ટી રહે. નવલખી ફટક પાસે મોરબી, પોઈન્ટ પર દારૂ લેવા અવનાર વિજયડોગો સિંગરાજડોગો, જીતેન્ડોગો ધર્મેન્દ્રડોગો, રામાયણદોગો દુગાડોગો, જયદેવગોપ બિપિંગોપ, શૈલેષસિંગ કુટિયા પત્રાસિંગ કુટીયા, મનોહર બોદરા સુશીલ બોદરા રહે. આરોપી 3 થી 8 પાવડિયા કેનલ પાસ, શાપર, જીતેન્દ્ર મનુભાઈ વરાણીયા રહે. ત્રાજપર ચાર રસ્તા પાસે મોરબી, નાનુલાલ બાબુલાલ ગીરવાલ રહે. પાવડિયા કેનલ પાસે શાપર, મનસુરભાઈ હુશેનભાઈ હિંગરોજા   રહે. ત્રાજપર ચાર રસ્તા પાસે મોરબી અને શુશીલ અભેલભાઈ નંદને પકડવામાં આવેલ છે અને આરોપી તેમજ મુદામાલ તાલુકા પોલીસને સોંપવામાં આવેલ છે. જો કે, 6 આરોપીઓ વોંટેડ છે જેમાં દારુનો ધંધો કરનારા મુખ્ય આરોપી તૈયબ ગુલામભાઈ માણેક રહે. વીસીપરા વિસ્તાર મોરબી, મનસુખ ઉર્ફે માછો રમેશભાઈ કોળી રહે. ત્રાજપર મોરબી, મનોજ કોળી રહે.  ઇન્દિરાનગર મોરબી, નાટો, સિકંદર અને દેશી દારુનો જથ્થો પુરો પડનારનો સમાવેશ થાય છે આ રેડની કામગીરી એસએમસીના પીએસઆઈ એ.વી.પટેલ અને તેની ટિમ દ્વારા કરવામાં આવી હતી  




Latest News