મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

કચ્છના મોમઇ મોરાથી દર્શન કરીને પરત આવતા હળવદના ત્રણ યુવાનને નડ્યો અકસ્માત: ટ્રકનું વ્હીલ ફરી જતાં એક યુવાનનું મોત


SHARE





























કચ્છના મોમઇ મોરાથી દર્શન કરીને પરત આવતા હળવદના ત્રણ યુવાનને નડ્યો અકસ્માત: ટ્રકનું વ્હીલ ફરી જતાં એક યુવાનનું મોત

માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર હરીપર રેલવે ઓવર બ્રિજ ઉપરથી મોમઇ મોરા માતાજીનાં દર્શન કરીને પરત આવી રહેલા ત્રણ યુવાન ત્રીપલ સવારી બાઈકમાં જઇ રહ્યા હતા તે ત્રિપલ સવારી બાઈક આગળ જતા ટ્રકમાં અથડાય નહીં તે માટે થઈને બાઈકના ચાલકે બ્રેક મારી હતી અને બાઈક રસ્તા ઉપર સ્લીપ થઈ ગયું હતું ત્યારે બાઈક ઉપરથી ત્રણેય યુવાન રસ્તા ઉપર નીચે પટકાયા હતા ત્યારે પાછળથી આવી રહેલ ટ્રકના ચાલકે ત્રણ પૈકીના એક યુવાનના માથાના ભાગ ઉપરથી ટ્રકનું ટાયર ફેરવી દેતા તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, અન્ય બે યુવાનોને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અજાણ્યા ટ્રક ચાલક સામે હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના ભવાની ઢોરો લાંબી ડેરી વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ પોપટભાઈ ચૌહાણ (22) એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હરિપર ગામ પાસેના રેલવે ઓવરબ્રિજ ઉપરથી તેઓ બાબુભાઈ ભીમાભાઇ ચૌહાણ (24) રહે. લાંબી ડેરી વિસ્તાર હળવદ વાળાના બાઈક નંબર જીજે 36 એએચ 5078 માં હળવદ તરફ આવી રહ્યા હતા દરમ્યાન આગળ જતા ટ્રકમાં તેઓનું ત્રીપલ સવારી બાઈક અથડાય નહીં તે માટે થઈને બાબુભાઈએ બાઈકને બ્રેક મારી હતી અને ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઈક ઉપર જઈ રહેલ ફરિયાદી તેમજ બાબુભાઈ ભીમાભાઇ ચૌહાણ અને રામાભાઇ બાબુભાઈ ચૌહાણ (19) નામના ત્રણેય યુવાનો રસ્તા ઉપર નીચે પટકાયા હતા અને ત્યારે પાછળના ભાગમાંથી આવી રહેલ અજાણ્યા ટ્રકના ચાલકે તેના વહાણનું ટાયર બાબુભાઈ ભીમાભાઇ ચૌહાણના માથાના ભાગ ઉપરથી ફેરવી દેતા તેને ગંભીર ઈજા થઈ હોવાથી તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું

આ બનાવમાં ફરિયાદી વિક્રમભાઈ ચૌહાણ તથા રામભાઈ ચૌહાણને ઇજાઓ થઇ હોવાથી ઇજા પામેલા યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવ બાદ ટ્રક ચાલક પોતાના હવાલા વાળો ટ્રક લઈને ઘટના સ્થળેથી નાસી ગયો હતો જેથી હાલમાં વિક્રમભાઈ ચૌહાણએ નોંધાવેલ ફરિયાદ આધારે માળિયા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં ભોગ બનેલા યુવાનના પરિવારજન પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદથી મોમાઈ મોરા દર્શન કરવા માટે થઈને મૃતક બાબુભાઈ ચૌહાણ સહિતના સાત મિત્રો ગયા હતા જેમાંથી છ પગપાળા હતા અને સામાન રાખવા માટે એક બાઇક સાથે લીધું હતું અને મોમાઈ મોરા ખાતે દર્શન કરીને તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે સાત પૈકીના ચાર વ્યક્તિઓ અન્ય વાહનમાં બેસી ગયા હતા જોકે, ત્રણ યુવાનો બાઈક ઉપર મોમાઈ મોરાથી પરત હળવદ જઈ રહ્યા હતા ત્યારે માળીયા નજીક જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ પૈકીના એક યુવાનનું મોત નિપજ્યું છે. 
















Latest News