મોરબી જીલ્લામાં આવેલ કમ્ફર્ટ હોટલમાં પડેલ જુગારની રેડનો મામલો: તપાસ માટે એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમના ધામા હું કોઈનું કશું ચલાવી લેવાનો નથી, મોરબીની આયુષ હોસ્પિટલમાં 21 મહિનામાં PMJAY ના 11,393 કલેમ કરાયા હોય કલેકટરે કર્યો તપાસનો આદેશ હળવદ તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય- કલેક્ટર હાજર રહ્યા વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો ટંકારામાં ધારાસભ્યની હાજરીમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી તાલુકાને અતિવૃષ્ટિ નુકશાની વળતર પેટે 76 કરોડ ખેડુતોના ખાતામાં ચૂકવાયા મોરબીના જોધપર ગામે ડો.હસ્તીબેન મહેતાનો ૧૪૮ મો એકદિવસીય કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના યુવાનને હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ કંપનીની ડિલરશિપ આપવાનું કહીને 41.71 લાખની છેતરપિંડી


SHARE











મોરબીના યુવાનને હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ કંપનીની ડિલરશિપ આપવાનું કહીને 41.71 લાખની છેતરપિંડી

મોરબી તાલુકાના અમરનગર ગામે રહેતા યુવાનને હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ કંપનીની ડીલરશીપ 50 લાખમાં આપવાનું કહીને વિશ્વાસમાં લીધા બાદ તેના ઇ-મેલ આઇડી ઉપર યુવાનના પત્નીના નામની ડીલરશીપ મંજૂર થયેલ છે તે પ્રકારનો ઈમેલ સેન્ડ કરવામાં આવેલ હતો અને ત્યાર બાદ બેન્ક એકાઉન્ટમાં 50 લાખ રૂપિયા જમા કરવા માટે તેને કહ્યું હતું અને આમ યુવાનને લાલચ આપીને તેની પાસેથી 41, 71,500 મેળવી લીધા હતા અને ત્યારબાદ બાકીના રૂપિયા ભરશો તો ડીલરશીપ મળશે તેવું કહેવામાં આવતું હતું જોકે યુવાને સાથે છેતરપિંડી થઈ હોવાનું તેને જણાતા તેણે રોકાણ કરેલ રૂપિયા પાછા માંગ્યા હતા પરંતુ હજુ સુધી તેને પૈસા પાછા આપવામાં આવેલ નથી જેથી યુવાને હાલમાં બે મોબાઈલ નંબર તથા ત્રણ બેન્ક એકાઉન્ટના ધારકોની સામે મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ જુના સાદુળકા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના અમરનગર ગામે રહેતા સહદેવસિંહ હાલુભા ઝાલા (32)એ મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બે મોબાઈલ નંબર 85850 42573 તથા 90382 07315 તેમજ ત્રણ બેન્ક એકાઉન્ટ જેમાં Utkarsh small finance બેંક એકાઉન્ટ નંબર 1408017645948701, Kotak BANK એકાઉન્ટ નંબર 3048619142 અને Union bank એકાઉન્ટ નંબર 529602010009665 ના ધારક તથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ફરિયાદ નોંધાવેલ છે. આ ફરિયાદમાં તેણે જણાવ્યુ છે કે, ગત તા. 5/9/ 2024 ના રોજ તેના facebook એકાઉન્ટ Sahdevsinhzala માં હિન્દુસ્તાન યુનિવર લિમિટેડ કંપનીની જાહેરાત આવેલ હતી જે જાહેરાત ઓપન કરતાં ફરિયાદીના ઇમેલ એડ્રેસ ઉપર જુદા જુદા બે ઇમેલ એડ્રેસ ઉપર થી ઈમેલ આવ્યા હતા અને તેમાં યુવાનને જણાવ્યું હતું કે હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ કંપનીની ડીલરશીપ લેવાની હોય તો ઈમેલમાં મોકલાવેલ ફોર્મ ભરીને મોકલાવો અને ફરિયાદીએ તેના પત્ની શીતલબા સહદેવસિંહ ઝાલાના નામથી ફોર્મ ભરીને ઇમેલ મોકલાવ્યો હતો

જે ફોર્મની અંદર 50 લાખ ડીલરશીપ પેટે રોકાણ કરવા જણાવ્યું હતું ત્યારબાદ ફરિયાદી યુવાનના ઇમેલ એડ્રેસ ઉપર ફરીથી ઇ-મેલ આવ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે, તેના પત્ની શીતલબા સહદેવસિંહ ઝાલાના નામની ડીલરશીપ મંજુર થઈ ગયેલ હોય ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના એકાઉન્ટમાં રોકાણ પેટેના 50 લાખ રૂપિયા જમા કરાવવાના છે. આમ લોભામણી લાલચ અને વિશ્વાસમાં લઈને યુવાન સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને ડીલરશીપ મંજૂર થઈ હોવાનું ખોટું જણાવીને તેની પાસેથી અલગ અલગ સમય અને અલગ અલગ તારીખે બેન્ક એકાઉન્ટમાં કુલ મળીને 41,71,500 મેળવી લેવામાં આવ્યા છે અને બાકીના પૈસા યુવાન જમા કરાવશે તો તેને ડીલરશીપ મળશે તેવું ફરિયાદીને અવારનવાર ફોન દ્વારા કહેવામાં આવતું હતું પરંતુ ફરિયાદી યુવાને તેના રોકાણ કરેલા પૈસા પાછા માંગ્યા હતા જે પૈસા તેને પાછા આપવામાં આવેલ નથી જેથી યુવાન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ હોય તેણે મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બે મોબાઈલ અને ત્રણ બેન્ક એકાઉન્ટના ધારકોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News