મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બહાદુરગઢ ગામ પાસે અકસ્માતમાં આઠને ઈજા, માતાના મઢ જતા સમયે બોલેરો પાણીના ટેન્કર સાથે અથડાતા અકસ્માત : સારવારમાં ગયેલ બાળકીનું મોત


SHARE







 

મોરબીના બહાદુરગઢ ગામ પાસે અકસ્માતમાં આઠને ઈજા, માતાના મઢ જતા સમયે બોલેરો પાણીના ટેન્કર સાથે અથડાતા અકસ્માત : સારવારમાં ગયેલ બાળકીનું મોત

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા બહાદુરગઢ ગામના પાટીયા પાસે ગત તા.૩૦ ના બપોરના ૧૨ વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં સાયલાના ધારાડુંગરી ગામેથી માતાના મઢ જઈ રહેલ બોલેરો પાણીના ટેન્કર સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એકજ પરિવારના આઠ લોકોને ઈજા થઇ હતી.જે પૈકી એક બાળકીને વધું ઇજા થવાથી રાજકોટ ખસેડવામાં આવી હતી અને ત્યાં રાજકોટ સિવિલ ખાતે નવ વર્ષની બાળકીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલા બહાદુરગઢ ગામના પાટીયા પાસે તા.૩૦-૯ ના બપોરના બાર વાગે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં આવેલા ધારાડુંગરી ગામે રહેતા રોહિતભાઈ વરસંગભાઈ ઉઘરેજા જાતે કોળી (ઉમર ૩૮) તથા તેમના પરિવારજનો બોલેરોમાં ધારાડુંગરી ગામેથી માતાના મઢ (કચ્છ) ખાતે જવા માટે નીકળ્યા હતા.ત્યારે મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસે તેઓની બોલેરો પાણીના ટેન્કર સાથે અથડાઇ હતી.આ અકસ્માત બનાવમાં રોહિતભાઈ ઉઘરેજા ઉપરાંત તેમના પરિવારના રતનબેન વરસંગભાઈ ઉઘરેજા (૨૧), ગણેશભાઈ રોહિતભાઈ ઉઘરેજા૧૩), રેવુંબેન ચંદુભાઈ ઉઘરેજા (૪૦), જાગૃતિ રોહિતભાઈ ઉઘરેજા (૯), અસ્મિતા રોહિતભાઈ ઉઘરેજા (૧૬), ઉમાબેન રોહિતભાઈ ઉઘરેજા (૩૦) અને હેતલ રોહિતભાઈ ઉઘરેજા (૧૭) રહે.બધા ધારાડુંગરી તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાઓને ઇજાઓ પહોંચી હતી.જેથી તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.આ ઇજાગ્રસ્તો પૈકી જાગૃતિ રોહિતભાઈ ઉઘરેજા નામની નવ વર્ષની બાળકીને વધુ ઇજા હોય તેણીને રાજકોટ ખસેડવામાં આવી હતી અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન જાગૃતિ રોહિતભાઈ ઉઘરેજા નામની બાળકીનું મોત થયુ હોવાનું જાણવા મળેલ છે.ઉઘરેજા પરિવારના લોકો ધારાડુંગરી ગામેથી બોલેરોમાં કચ્છ માતાના મઢ ખાતે દર્શન માટે જતા હતા ત્યારે મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસે આ અકસ્માત બનાવ બન્યો હતો.આ કેસની હાલ પ્રાથમિક તપાસના બીટ જમાદાર જનકસિંહ પરમાર ચલાવી રહ્યા હોવાનું મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

એસએમસી દ્રારા કરેલ દારૂની રેડમાં વધુ બે ની ધરપકડ

મોરબીના સામાકાંઠે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડ પાસે એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી.વિદેશી દારૂની ૩ બોટલ સાથે જે તે સમયે બે ઇસમોને પકડવામાં આવ્યા હતા અને બે ઇસમોના નામ ખુલ્યા હતા.જેને હાલ પકડવામાં આવેલ છે.મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા હાલ આ કેસમાં જયદીપ ઉર્ફે જયુ બેચર ચાંઉ રાજગોર બ્રાહ્મણ (૩૪) રહે. વરીયાનગર સોઓરડી અને મુબારક ઇલ્યાસ હિંગોરજા સંધિ (૪૭) રહે. માજી સૈનિક સોસાયટી કુડા ફાટક પાસે ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર વાળાઓની ધરપકડ કરવામાં આવેલ છે.

ચોરીમાં અટકાયત

મોરબી એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં થયેલ બાઈક ચોરીના ગુનામાં એલસીબી દ્વારા એક ઇસમની ધરપકડ કરવામાં આવી હતી અને તેને એ ડિવિઝનને સોંપવામાં આવતા પીએસઆઇ સી.એમ.કરકર દ્વારા તેની જે તે ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં મહેશ ચંદુભાઈ મિયાત્રા (ઉમર ૩૦) રહે.વાવડી ભૂમિ ટાવર પાસે તાલુકો જીલ્લો મોરબી ની વાહન ચોરીમાં ધરપકડ કરવામાં આવી હતી.થોડા સમય પહેલા મોરબી વાવડી ચોકડી પાસેથી કલ્પેશભાઈ પ્રેમજીભાઈ મેવા નામના વ્યક્તિનું બાઈક ચોરી થયું હતું જે ગુનામાં હાલ મહેશ મિયાત્રાની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News