અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં મોરબીના કાર્યકર્તાઓએ હાજર રહ્યા કચ્છથી મોરબી આવેલ બોલેરો ગાડીમાં ગૌવંશ હોવાની બાતમી આધારે વાહન ચેક કરવા ગયેલ ગૌરક્ષકો ઉપર ખાટકીવાસમાં ધોકા, પાઇપ અને તિક્ષણ હથિયાર વડે હુમલો મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી લાલચ બૂરી બલા હૈ: મોરબીના આધેડને ઘરે બેઠા ઓનલાઈન વર્ક કરી કમાણી કરવાની લાલચ આપીને 62.93 લાખની છેતરપિંડી મોરબીમાં ખાનપર ગામે યુવાનની માલીકીની જમીન ઉપર કબ્જો કરનાર બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના લખધીરપુર રોડે ગોડાઉનના પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના ખાનપર ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત: વાંકાનેર નજીક અકસ્માતમાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મનગમતા કપડાં ન મળે તો !: મોરબીમાં નવરાત્રીમાં આકર્ષક દેખવા યુવક-યુવતીઓ દ્વારા ગરબા માટેના ટ્રેડિશનલ ડ્રેસ અત્યારથી જ બુક


SHARE















મનગમતા કપડાં ન મળે તો !: મોરબીમાં નવરાત્રીમાં આકર્ષક દેખવા યુવક-યુવતીઓ દ્વારા ગરબા માટેના ટ્રેડિશનલ ડ્રેસ અત્યારથી જ બુક

ગુજરાતને તહેવારોની ભૂમિ કહેવામાં આવે છે કેમ કે શ્રાવણ મહિનામાં દેવાધિ દેવા મહાદેવનું પૂજન અર્ચન અને આરાધના કરવામાં આવે છે ત્યાર બાદ ભાદરવા મહિનામાં સર્વ શુભ કર્યામાં પ્રથમ પૂજાતા દેવ એટલે કે ગણપતિનું ઠેરઠેર સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવે છે અને ગણેશ વિસર્જન કરવામાં આવે ત્યાર પહેલાથી જ યુવાનો જે તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે તે આસો નવરાત્રી આવે છે અને નવરાત્રીમાં આકર્ષક દેખવા માટે યુવક યુવતીઓ દ્વારા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીના રાસ રમવામાં આવે છે જો કે, પછી મનગમતા કપડાં ન મળે તેવું બની શકે છે જેથી કરીને ખેલૈયાઓ દ્વારા નવરાત્રિ પહેલા જ નવ દિવસના તેના ટ્રેડિશનલ ડ્રેસ બુક કરાવી લેવામાં આવે છે.

નવરાત્રીને દુનિયાનો સૌથી લાંબો તહેવાર કહેવામાં આવે છે અને આગામી નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે જુદાજુદા ડાન્સ કલાસીસમાં ખેલૈયાઓ દ્વારા લોકોનું ધ્યાન આકર્ષવા માટે અવનવા સ્ટેપ શીખવા માટેની તનતોડ મહેનત કરવામાં આવી રહી છે તેની સાથો સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે રમતા ખેલૈયાઓ જોવા સહુ કોઈને ગમે છે જેથી કરીને ખેલૈયાઓ દ્વારા નવરાત્રિ પહેલા જ તેની તૈયારીઓ કરી લેવામાં આવે છે અને ત્યારે મોરબીમાં રહેતા સ્મીતરાજ રાણા નામના ખેલૈયાએ તેના પરિવાર સાથે દુકાને આવીને નવરાત્રિ માટે એક કે બે નોરતા નહીં પરંતુ નવે નવ દિવસ માટેના ટ્રેડિશનલ ડ્રેસ નવરાત્રિ પહેલા જ કરી નાખેલ છે આવી જ રીતે મોટાભાગના ખેલૈયાઓ દ્વારા એડવન્સમાં ટ્રેડિશનલ ડ્રેસ બુક કરાવી લેવામાં આવેલ છે.

ગુજરાત અને ગરબાએ બન્ને એક સિક્કાની બે બાજુ છે તેમ કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, નવરાત્રી નજીક આવે એટલે ગરબા યાદ આવે અને ગરબા યાદ આવે એટલે અચૂ ગુજરાત પણ યાદ આવે જ છે કેમ કે, દિવાળી સહિતના તહેવારો વધુમાં વધુ ચારથી પાંચ દિવસના છે જો કે, નવરાત્રી સતત નવ દિવસ સુધી ચાલતો તહેવાર છે અને નવરાત્રી દરમિયાન ગુજરાતમાં પ્રાચીન અને અર્વાચીન સંગીત સાથે ગરબા અને રાસ રમઝટ બોલાવવામાં આવે છે આટલું જ નહિ દરવર્ષે નવરાત્રી પહેલા ખેલૈયાઓ દ્વારા અવનવા સ્ટેપ શીખવામાં આવે છે તેની સાથોસાથ ટ્રેડિશનલ ડ્રેસમાં પણ દર વર્ષ અનેક નવી ડિઝાઇન આવે છે. જેને પહેરીના ખેલૈયાઓ નવરાત્રીમાં ગરબાના મેદાનમાં ધૂમ મચાવે છે તેવી જ રીતે ધૂમ મચાવવા માટે ધાત્રી પંડીત અને તેનું ગ્રૂપ પણ તૈયાર થઈ ગયેલ છે.

મજાની વાત તો એ છે કે, નવરાત્રીના નવ દિવસ ન માત્ર યુવાનો પરંતુ નાના બાળકોથી લઈને વૃધ્ધો સહિતના ગુજરાતીઓ મન ભરીને ગરબા અને રાસ રમે છે. ગુજરાતના જુદાજુદા જિલ્લાઓની જેમ મોરબીમાં પણ નવરાત્રી દરમ્યાન પ્રાચીન અને અર્વાચીન નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. જેથી તેમાં ગરબે ઘુમવા માટે અને દાંડિયા લેવા માટે ખેલૈયાઓ દ્વારા નવરાત્રીના એક થી બે મહિના પહેલાથી તૈયારીઓ શરુ કરી દેવામાં આવતી હોય છે આ વર્ષે નવરાત્રીમાં પનઘટ, ડાકલા, છોગાળા, ચોકડી, કામરીયા, રંગોલી, રમઝટ, મણીયારો, કોચુકો, દેશીબી, સુરતી વેસ્ટન, જીકજેક, વંદેમાતરમ, વેસ્ટન ટીટોળો, થનગનાટ, ઓફ બીટ ટીટોળો, ૨૨ સ્ટેપ, ૨૮ સ્ટેપ અને ૩૨ સ્ટેપ જેવા અનેક સ્ટેપની તૈયારી કરી લેવામાં આવેલ છે. અને રાસ રમવા માટે જાય ત્યારે એકલ દોકલ નહિ પરંતુ સહપરિવાર કે પછી મિત્રોની સાથે જવનું હોય છે માટે સહુના કોઈના નવે નવ દિવસ માટેના ટ્રેડિશનલ ડ્રેસ નક્કી કરી લેવામાં આવેલ છે. તેવું ડો.નૂપુર મણિયારએ જણાવ્યુ છે. 

નવરાત્રીમાં માતાજીની આરાધનાની સાથે ગરબા લેવાથી શારરિક કસરત પણ થઇ જતી હોવાથી લોકોને ઘણો ફાયદો થતો હોત છે અને ખાસ કરીને બાળકોથી લઈને વૃદ્ધ સુધીના જે લોકોને ગરબા લેતા ન આવડતું હોય તે પણ હવે ગરબાના ક્લાસમાં જઈને ગરબાના અવનવા સ્ટેપ શીખે છે અને નવરાત્રી દરમ્યાન ગરબાને ફૂલ ઇન્જોય કરે છે હાલમાં મોરબીના જુદાજુદા જે ટ્રેડિશનલ ડ્રેસ ભાડે આપતા વેપારીઓ છે તેને ત્યાં ખેલૈયાઓની ભીડ જોવા મળે છે. ત્યારે મોરબીમાં ગ્રીનચોક પાસે જાનકી ડ્રેસના નામથી દુકાન ધરાવતા સંઘવી ધારાએ જણાવ્યુ હતું કે, તેનોને ત્યાં ચાર વર્ષના બાળકથી લઈને વયોવૃદ્ધ સુધીના લોકો તેમણે મનગમતા ટ્રેડિશનલ ડ્રેસ લેવા માટે આવી રહ્યા છે. અને તેની સાથે ટ્રેડિશનલ ઓર્નામેંટ પણ અત્યારથી તેઓ નક્કી કરી લેતા હોય છે વધુમાં તેમણે જણાવ્યુ હતું કે આ વર્ષે ડબલ ઘેર, ત્રિપલ ઘેર વાળા ચણિયાની નવી ફેશન છે અને તે ઉપરાંત માર્કેટમાં અનેક ડિઝાઈનો આવેલ છે અને તે ટ્રેડિશનલ ડ્રેસનું એક દિવસનું ભાડું ૩૦૦ થી લઈને ૩૦૦૦ સુધીનું હોય છે.

એવું કહેવાય છે કે, કૃષ્‍ણાવતારમાં ભગવાન શ્રીકૃષ્‍ણ જયારે વાંસળી વગાડતા હતા અને ગોપીઓ સાથે રાસ રમતા હતા. આ રાસ નવરાત્રી દરમિયાન સૌથી લોકપ્રિય છે. જો કે, તે ઉપરાંત મણિયારો રાસ, રાસ હુડો, વિછુંડો ટીપ્પણી, દાંડિયા, નૃત્‍ય, ગોપ રાસ, કહાલ્‍યા મેર રાસ વિગેરે પ્રાચીન રાસ ગરબા પણ આજની તારીખે એટલા જ લોક પ્રિય છે અને પહેલાના સમયમાં નવરાત્રીમાં બે તાળી, ત્રણ તાળી, પાંચતાળી, હિંચ, હુડો, ટીટોડો વિગેરે જુદા-જુદા પ્રકારના ગરબા લેવામાં આવતા હતા જો કે આજની તારીખે ગરબામાં ઘણું બદલાઈ ગયું છે અને સમયની સાથે ગરબામાં તાલ મિલાવવા માટે અવનવા સ્ટેપ સાથે હવે ટ્રેડિશનલ ડ્રેસ પણ જરૂરી બની ગયેલ છે.






Latest News