મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે
Breaking news
Morbi Today

મોરબી નજીકથી પકડાયેલ ડુપ્લિકેટ દારૂની ફેક્ટરીના ગુનામાં ઝડપાયેલ આરોપીના શરતી જામીન મંજૂર


SHARE













મોરબી નજીકથી પકડાયેલ ડુપ્લિકેટ દારૂની ફેક્ટરીના ગુનામાં ઝડપાયેલ આરોપીના શરતી જામીન મંજૂર

મોરબીના રફાળેશ્વર પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી પકડાયેલ હતી. જે ગુનામાં પકડાયેલા એક આરોપીના જામીન માટેની અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલ તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને આરોપીના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી પકડાયેલ હતી અને ફેકટરીમાંથી ૨૬,૯૦,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તે સંદર્ભે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો. આ ગુનામાં આરોપી અજય રાયધનભાઈ કુંભરવાડિયા રહે. રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીને જે તે સમયે કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો અને આ આરોપી અજય રાયધનભાઈ કુંભરવાડિયાની જામીન અરજી મોરબીના સિનિયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તેમજ મેનાઝ એ. પરમાર મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં મૂકવામાં આવી હતી અને મોરબીના સેશન્સ જજ કે.આર. પંડયા સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન માટેની અરજી ચાલી ગયેલ હતી જેમાં વકીલે કરેલ દલીલો તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને આરોપીના રૂપિયા ૧૫,૦૦૦ ના શરતી જામીન મંજૂર કરેલ છે.  






Latest News