મોરબીમાં વેપારીઓએ દુકાની બહાર પથરા કરેલા માલ સમાનને કમિશનરની હાજરીમાં જપ્ત કરાયો મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાંથી ડીઝલની ચોરી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબીના પીપળી નજીક કારખાનાના કવાર્ટરમાં અજુગતું પગલું ભરી ગયેલ પરિણીતા સારવારમાં મોરબીમાં સગીરોને વાહન આપતા વાલીઓ માટે લાલબતી: બાઇક સ્લીપ થવાથી બે બાળકોને ગંભીર ઇજા મોરબીના આમરણ પાસે વીજપોલ ઉપર કામ કરવા ચડેલા યુવાનનું ઇલેક્ટ્રીક શોર્ટ લાવવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપ આગેવાનના દબાણને દૂર કરાવવા બાદલ તંત્રને અભિનંદન, હજુ પણ ભાજપના આગેવાનોએ કરેલા દબાણની રજૂઆતો કરાશે: પુષ્પરાજસિંહ જાડેજા


SHARE











મોરબીમાં ભાજપ આગેવાનના દબાણને દૂર કરાવવા બાદલ તંત્રને અભિનંદન, હજુ પણ ભાજપના આગેવાનોએ કરેલા દબાણની રજૂઆતો કરાશે: પુષ્પરાજસિંહ જાડેજા

મોરબીના લીલાપર રોડ ઉપર સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણ બાબતે કોંગ્રેસે કરેલ રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને તંત્ર દ્વારા દબાણ કરનાર ભાજપના આગેવાનને નોટિસો આપવામાં આવી હતી અને ત્યારબાદ તે દબાણને દૂર કરવા માટે થઈને કાર્યવાહી થાય તેવી શક્યતા હતી જેથી કરીને દબાણ કરનારા ભાજપના આગેવાન દ્વારા હાલમાં પોતાની જાતે દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી શહરે કોંગ્રેસના પ્રમુખ દ્વારા તંત્રની કામગીરીને બીરદાવવાવામાં આવી છે અને આગામી સમયમાં આવી જ રીતે ભાજપના આગેવાન દ્વારા કરવામાં આવેલ વધુ એક દબાણની રજૂઆત તંત્રને કરવામાં આવશે તેવા તેમણે સંકેત આપે છે.

મોરબીમાં લીલાપર રોડ ઉપર આવેલ વજેપર ના સર્વે નંબર 1116 માં ટંકારા તાલુકા ભાજપના માજી પ્રમુખ અરવિંદભાઈ બારૈયા દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને તે દબાણ બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને તંત્ર દ્વારા સ્થળ ઉપર દબાણ કરનારા ભાજપના આગેવાનને નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ ડીએલઆર દ્વારા સ્થળ ઉપર માપણી કરવામાં આવી હતી અને માપણી દરમિયાન 22,253 ચોરસ મીટર જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તંત્ર દ્વારા દબાણ દૂર કરવા માટે અરવિંદભાઈ બારીયાને આખરી નોટિસ આપવામાં આવી હતી. જેથી કરીને ગઈ કાલે સાંજથી તેઓએ પોતે પોતાની જાતે દબાણને દૂર કરવા માટેની કામગીરી શરૂ કરી દીધેલ છે.

જોકે, આ બાબતે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા કોંગ્રેસની રજૂઆતને ધ્યાને લઈને ભાજપના આગેવાનને દબાણ હટાવવા માટે આખરી નોટિસ આપવામાં આવી હતી અને કાર્યવાહી કરવામાં આવે તેમજ સરકારી બુલડોઝર ફરી વડે તેવી શક્યતા હતી જેથી કરીને હાલમાં ભાજપના આગેવાન દ્વારા પોતે કરેલા દબાણને જાતે દૂર કરવામાં આવ્યું છે અને તંત્રની આ કામગીરીને તેઓએ બિરદાવી છે સાથોસાથ તેમણે એવા પણ સંકેત આપ્યા છે કે આવી જ રીતે મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર ભાજપના આગેવાનો દ્વારા કરવામાં આવેલ દબાણની આગામી સમયમાં પણ કોંગ્રેસ દ્વારા પુરાવા સાથે રજૂઆતો કરવામાં આવશે.






Latest News