મોરબીના આમરણ પાસે વીજપોલ ઉપર કામ કરવા ચડેલા યુવાનનું ઇલેક્ટ્રીક શોર્ટ લાવવાથી મોત મોરબીના નાગડાવાસ ગામે વાડીની બાજુમાં આવેલ તલાવડામાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત મોરબી યુવા લેખક પરમ જોલાપરાનું પુસ્તક પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના હસ્તે વિમોચન કરાયું મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પ્લાસ્ટિક કચરો સંગ્રહ અભિયાન મોરબી શહેર-તાલુકા અને માળીયામાં વરલી જુગારની 4 રેડ મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં કામ દરમિયાન લોખંડનો સળીયો માથે પડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત


SHARE











મોરબીમાં કામ દરમિયાન લોખંડનો સળીયો માથે પડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં બીલ્ડીગમાં કલરના કામકાજ દરમિયાન ઉપરથી સેન્ટીંગનો સળીયો માથા ઉપર પડતા ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને ટૂંકી સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વધુમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ મોરબીના જેલ રોડ ઉપર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલ કબીર ટેકરીની શેરી નંબર-૮ માં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી કિશન રામજીગીનભાઈ ગોડ (૧૮) નામનો યુવાન મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં નવા બની રહેલ બિલ્ડીંગમાં કલર કામ કરી રહ્યો હતો.તે દરમિયાન તેના માથા ઉપર સેન્ટીંગ કામનો લોખંડનો સળીયો પડ્યો હતો.જેથી માથામાં ઇજા થવાના કારણે તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. ત્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News