મોરબીના મકનસર પાસેથી ચોરીનાં ગુનામાં ફરાર આરોપી મોરબી નજીકથી ઝડપાયો
મોરબીના લક્ષ્મીનગર અને હળવદ શહેરમાંથી એક-એક બાઈકની ચોરી
SHARE
મોરબીના લક્ષ્મીનગર અને હળવદ શહેરમાંથી એક-એક બાઈકની ચોરી
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે તથા હળવદમાં સરકારી દવાખાનાની પાછળના ભાગમાંથી બે બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વ્યક્તિઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા બાબુભાઈ પુંજાભાઈ ભંખોડીયા (54) નામના આધેડે વાહન ચોરીની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓએ પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે 3 ડીપી 3732 પાર્ક કરીને મૂક્યું હતું જે 25,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
આવી જ રીતે હળવદમાં સરકારી દવાખાનાની પાછળના ભાગમાં ભવાની મેડિકલ પાસે રહેતા સતિષભાઈ કરસનભાઈ ખાંભલા (35) નામના યુવાને તેનું બાઇક નંબર જીજે 13 ક્યુક્યુ 6259 પાર્ક કરીને મૂક્યું હતું જે 20,000 રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ શહેર પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.