મોરબી જીલ્લામાં આવેલ કમ્ફર્ટ હોટલમાં પડેલ જુગારની રેડનો મામલો: તપાસ માટે એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમના ધામા હું કોઈનું કશું ચલાવી લેવાનો નથી, મોરબીની આયુષ હોસ્પિટલમાં 21 મહિનામાં PMJAY ના 11,393 કલેમ કરાયા હોય કલેકટરે કર્યો તપાસનો આદેશ હળવદ તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય- કલેક્ટર હાજર રહ્યા વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો ટંકારામાં ધારાસભ્યની હાજરીમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી તાલુકાને અતિવૃષ્ટિ નુકશાની વળતર પેટે 76 કરોડ ખેડુતોના ખાતામાં ચૂકવાયા મોરબીના જોધપર ગામે ડો.હસ્તીબેન મહેતાનો ૧૪૮ મો એકદિવસીય કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરિપર પાસેથી દારૂ ભરેલ કાર ઝડપાઇ: 1.45 લાખના મુદામાલ સાથે મહિલા બુટલેગર સહિત બે પકડાયા


SHARE











માળીયા (મી)ના હરિપર પાસેથી દારૂ ભરેલ કાર ઝડપાઇ: 1.45 લાખના મુદામાલ સાથે મહિલા બુટલેગર સહિત બે પકડાયા

માળીયા (મી) નજીકથી પસાર થતા કચ્છ હાઇવે રોડ ઉપર હરીપર ગામના પાટીયા પાસેથી સ્વિફ્ટ ગાડી પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી 225 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને ગાડી મળીને 1,45,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગર સહિત બે આરોપીની ધરપકડ કરેલ છે અને દારૂનો જથ્થો આપનાર શખ્સનું નામ સામે આવ્યું હોય પોલીસે મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધીને માલ આપનારા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકા પોલીસની ટીમ કચ્છ હાઇવે રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી ત્યારે સામખયારી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલી સ્વીફ્ટ કાર નંબર જીજે ૧ કેક્યુ 2560 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી 225 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 45,000 રૂપિયાની કિંમતનો દારૂ તથા એક લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 1,45, 000 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે રાજવીરભાઈ પ્રકાશભાઈ ડોરીયા (24) રહે. શોભેશ્વર રોડ લક્ષ્મીનગર સોસાયટી મોરબી અને સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટિયા (45) રહે. માળિયા વનાળીયા સોસાયટી વાળા ગાડીમાંથી મળી આવ્યા હોય મહિલા બુટલેગર સહિત કુલ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો સલીમ ઉર્ફે કલો હબીબભાઈ જેડા રહે. સુરજબારી તાલુકો માળીયા મીયાણા વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મહિલા સહિત ત્રણ સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને દારૂનો જથ્થો આપનારા શખ્સને પકડવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.

14 બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે મંદિર પાસે શેરીમાંથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની 14 બોટલો મળી આવી હતી જેથી કરીને 1400 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી જયરાજભાઈ પ્રતિકભાઇ ધાધલ (19) રહે. મેસરિયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં હવે સ્થાનિક પોલીસ દ્વારા આગળની તપાસ કરવી હાથ ધરવામાં આવી છે.






Latest News