મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે મોરબી નજીકથી રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં ટ્રક એન્જિન લઈ જતાં ત્રણ શખ્સ પકડાયા મોરબીના બાયપાસ રોડે નેક્સસ સિનેમા પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો મોરબીમાં ચારિત્રની શંકા કરીને પતિએ કરી નાખી પત્નીની હત્યા મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા
Breaking news
Morbi Today

ટંકારા: મેઘપર ઝાલા ના શિક્ષિકા હેતલબેન સોલંકીને ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડ એનાયત


SHARE













ટંકારા: મેઘપર ઝાલા ગામના શિક્ષિકા હેતલબેન સોલંકીને ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડ એનાયત

ગાંધીનગર ખાતે તારીખ 6/ 10/ 24 રવિવારે યોજયેલ બાળરક્ષણ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત શિક્ષણ સેવા રત્ન સન્માન માટે મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના શિક્ષિકા સોલંકી હેતલબેન ને  સન્માનિત કરાયા .તેઓ  અનેક વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શાળા અને બાળકોને ખૂબ જ પ્રોત્સાહન મળે એ માટે અનેક પ્રયત્નો કરતા રહ્યા છે એવી અનેક પ્રવૃત્તિઓ ધ્યાનમાં લઇ બાળરક્ષક ફાઉન્ડેશન દ્વારા ગુજરાત શિક્ષણ સેવા રત્ન સન્માન માટે મેઘપર ઝાલા પ્રાથમિક શાળા તાલુકો ટંકારા જીલ્લો મોરબીના સોલંકી હેતલબેનની પસંદગી કરી સન્માનિત કરાયા.આ સમારંભમાં GCERT ના સચિવ ડુમરાળિયા સાહેબ, ગાંધીનગરના મેયર  મીરાબેન પટેલ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના મદદનીશ સચિવ ડો. પુલકિત જોશી,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, આદરણીય ડો. નિષાદ ઓઝા સાહેબ, માનનીય ડો.એમ.એન.પટેલ  તેમજ શિક્ષણવિદ તખુંભાઈ, ગુલાબચંદ પટેલ, બીના બહેન પટેલ  તેમજ  નરેશ દાદા,મનોજ દાદા ઉપસ્થિત રહયા હતા.

 હેતલબેન ના સન્માન નિમિત્તે મેઘપર ઝાલા ગામના સરપંચ જ્યોતિબા રામદેવસિંહ ઝાલા તેમજ ઊર્મિલાબા જયદેવસિંહ ઝાલા તેમજ મેઘપર ઝાલાના સંપૂર્ણ સ્ટાફ દ્વારા હેતલબેન ને ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવી હતી.




Latest News