મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા
મારામારીનો બનાવ હત્યામાં પલટાયો: માળીયા (મી)ના મોટા દહીસરામાં નજીવી વાતમાં કરાયેલ હુમલામાં ઇજા પામેલ જમાઈનું મોત, સસરા સારવારમાં
SHARE
મારામારીનો બનાવ હત્યામાં પલટાયો: માળીયા (મી)ના મોટા દહીસરામાં નજીવી વાતમાં કરાયેલ હુમલામાં ઇજા પામેલ જમાઈનું મોત, સસરા સારવારમાં
માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે વિવેકાનંદનગરમાં ઘરમાંથી શેરીમાં પાણી નીકળતું હતું તે બાબતનું મનદુઃખ રાખીને જમાઈ અને સસરાને ચાર શખ્સો દ્વારા પાઇપ, ધોકા અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. તેવામાં રાજકોટ ખાતે સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત નીપજયું છે જેથી બનાવ હત્યામાં પલટાયો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે આવેલ વિવેકાનંદનગરમાં રહેતા નિર્મળાબેન ચંદુભાઈ મકવાણા (40)એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશ અવચરભાઈ ઇન્દરિયા, અરૂણ અવચરભાઈ ઇન્દરિયા, વિજય અવચરભાઈ ઇન્દરિયા અને અશોક અવસરભાઈ ઇન્દરિયા રહે બધા વિવેકાનંદનગર મોટા દહીસરા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના ઘરમાંથી શેરીમાં પાણી નીકળતું હોય તે બાબતનું મન દુઃખ રાખીને સુરેશએ ફરિયાદીના પતિને માથામાં લોખંડનો પાઇપ મારીને ફૂટ જેવી ઇજા કરી હતી અને અરુણએ તેના હાથમાં રહેલ લાકડીના ધોકા વડે પીઠના ભાગે માર માર્યો હતો. તેમજ અશોકએ પણ લાકડી વડે આડેધડ શરીર ઉપર ફરિયાદીના પતિને માર માર્યો હતો
દરમિયાન ફરિયાદીના પિતા મહાદેવભાઇ ત્યાં આવી પહોંચ્યા હતા અને તે ફરિયાદીના પતિને બચાવવા જતા તેને વિજયએ હાથમાં રહેલ લાકડી વડે મહાદેવભાઈને કપાળના ભાગે માર માર્યો હતો ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇજા પામેલા જમાઈ અને સસરાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં રાજકોટ ખાતે સારવાર દરમ્યાન યુવાનું ચંદુભાઈ છગનભાઇ મકવાણાનું મોત નીપજયું છે જેથી કરીને મારા મરીનો બનાવ હત્યામાં પલટયો છે અને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.