મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વીમાધારકને વળતરની રકમ ચુકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE













મોરબીના વીમાધારકને વળતરની રકમ ચુકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબીના વતની કમલેશભાઈ પી. રાચ્છના પત્નીનો સ્ટાર એન્ડ એલાઈડ ઇન્સ્યોરન્સમાં ફેમિલી વીમો હોય અને કોવિડ દરમ્યાન સારવાર લીધી હતી અને તેનો ખર્ચ 1,54,486 થયો હતો જે વીમો આપવાની કંપનીએ ના પાડતા ગ્રાહક કોર્ટમાં કેસ કર્યો હતો જેમાં વ્યાજ સહિત રકમ ચૂકવવા માટે આદેશ કરવામાં આવેલ છે.

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબીના વતની કમલેશભાઈ પી. રાચ્છે સ્ટાર એન્ડ એલાઈડ ઇન્સ્યોરન્સમાં ફેમિલી વીમો લીધો હતો. અને તેના પત્ની અસ્મિતાબેન રાચ્છએ તા. 9/4/2021 થી 17/4/2021 સુધી સ્વામિનારાયણ હોસ્પિટલમાં કોવિડની સારવાર લીધી હતી અને સારું થતાં વીમા કંપનીમાં ક્લેમ કરવામાં આવેલ હતી અને ખર્ચની રકમ 1,54,486 થયેલ હતી જે રકમ વીમા કંપની પાસે માગી હતી. પરંતુ વીમા કંપનીએ તા. 15/6/2021ના રોજના રેપ્યુડ લેટરથી દર્દીને જાણ કરી હતી કે હોસ્પિટલાઈઝ થવાની જરૂર નથી. આમ બહાના બતાવીને વીમો ના મંજૂર કર્યો હતો. જેથી કમલેશભાઈએ મોરબી શહેર / જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મોરબી જિલ્લા ગ્રાહક તકરાર કમિશનમાં કેસ કર્યો હતો અને કોર્ટે અસ્મિતાબેનને 1,54,486  અને તેમજ અન્ય ખર્ચના 5000 તેમજ  તા. 23/3/2023 થી 6 % વ્યાજ સાથે ચૂકવવા માટે આદેશ કરેલ છે.




Latest News