માળીયા (મી)ના મોટા દહીસરામાં નજીવી વાતમાં મારમારીને યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ
મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી
SHARE
મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધ પાસેથી આઠ દિવસ પહેલા 30,000 રૂપિયા એક શખ્સે ઉછીના લીધેલા હતા જે પૈસા વૃદ્ધે પાછા માંગતા સામેવાળાને તે સારું લાગ્યું ન હતું અને તેને વૃદ્ધને ગાળોને ધોકા વડે મૂઢમાર મારી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને વૃદ્ધે સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રપરા શેરી નં-4 માં રહેતા જયંતીભાઈ મૂળજીભાઈ ભલસોડ (70)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુનિલ લુહાર રહે. મહેન્દ્રપરા શેરી નં-2 વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે આઠ દિવસ પહેલાં આરોપીએ તેની પાસેથી હાથ ઉછીના 30,000 રૂપિયા લીધેલા હતા અને તે રૂપિયા આરોપીની પાસેથી ફરિયાદીએ પાછા માંગ્યા હતા જે સામેવાળાને સારું નહીં લાગતા તેણે ફરિયાદીને ગાળો આપી હતી અને ધોકા વડે મૂઢ માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.