મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરથી બિયરના જથ્થા સાથે ચારને પકડ્યા: બે લાખથી વધુનો મુદામાલ કબજે
SHARE
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરથી બિયરના જથ્થા સાથે ચારને પકડ્યા: બે લાખથી વધુનો મુદામાલ કબજે
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર શ્યામ ગ્લાસવેર નજીકથી કાર પસાર થઈ રહી હતી તે કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી બિયરના છ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે કાર અને બિયરનો જથ્થો મળીને બે લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો અને કારમાં બેઠેલા ચાર શખ્સોને પકડીને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ શ્યામ ગ્લાસવેર પાસેથી સ્વિફ્ટ કાર નંબર જીજે 3 સીએ 5281 પસાર થઈ રહી હતી જે કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા કારમાંથી બિયરના ચાર ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 660 રૂપિયાની કિંમતમાં બીયરનો જથ્થો તથા બે લાખની ગાડી આમ કુલ મળીને 2,00,660 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે નિર્મળ ભગવાનજીભાઈ બરબસિયા (36) રહે. નાની વાવડી સતનામ સોસાયટી મોરબી, અમિત ધનજીભાઈ શેરસીયા (35) રહે. રવાપર ગામ રામજી મંદિર પાસે મોરબી, લાખા દેવાનંદભાઈ ગોગરા (50) રહે. નાની વાવડી કેનાલ પાસે સતનામ સોસાયટી મોરબી અને ચેતન ગંગારામભાઈ પારેજીયા (30) રહે. નવા બસ સ્ટેશન પાસે ક્રિષ્ના એપાર્ટમેન્ટ મોરબી વાળાને પકડવામાં આવ્યા હતા અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે