મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા


SHARE





























મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવતા હોય છે તેવી જ રીતે દશેરાના દિવસે મોરબીમાં વાંકાનેર દરવાજા પાછળ રામઘાટ નજીક આવેલ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે તેજસ્વીતા અભિવાદન સમારોહ, શસ્ત્ર તથા શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અનિલભાઈ મહેતા, પરશુરામ ધામ તેમજ ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, દવે પંચોલી વિદ્યાર્થી ભુવનના પ્રમુખ કાંતિભાઈ ઠાકર, ભોજનશાળાના પ્રમુખ મયુરભાઈ શુકલ, શાસ્ત્રી વિપુલભાઈ શુકલ, વિદ્યોતેજક મંડળના મહામંત્રી નરેન્દ્રભાઈ મહેતા, અનિલભાઈ વ્યાસ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે કેજી થી લઈને કોલેજ સુધીમાં પ્રથમ ત્રણ નંબર મેળવનારા તમામ વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સંસ્થાના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, ઉપપ્રમુખ મનોજભાઇ ભટ્ટ અને મનીષભાઈ યાજ્ઞિક તેમજ મહામંત્રી નરેન્દ્રભાઈ મહેતા, મહેશભાઇ ભટ્ટ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
















Latest News