મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
જયશ્રી રામ ના ગગનભેદી નારા સાથે મોરબીમાં જય અંબે સોસાયટી-રાધા પાર્કમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો
SHARE
જયશ્રી રામ ના ગગનભેદી નારા સાથે મોરબીમાં જય અંબે સોસાયટી-રાધા પાર્કમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો
શનિવારે વિજયા દશમીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી હતી અને રાવણ દહનના કાર્યક્રમ યોજાયા હતા ત્યારે મોરબીમાં પણ જુદાજુદા બે સ્થળે રાવહ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે બંને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મોરબીના લોકો જોડાયા હતા મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ જય અંબે સોસાયટી પાછળ આવેલ સન ફ્લોરા સામે ખુલ્લા ખેતરમાં જય અંબે ગરબી મંડળ દ્વારા સતત બીજા વર્ષે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં રાવણ દહન કરતાં પહેલા શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને રામ-રાવણનું યુદ્ધ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ 30 ફુટ ઉંચા રાવણનું દહન કરવામાં આવ્યું હતું આવી જ રીતે મોરબીના વાવડી રોડે આવેલ રાધા પાર્કમાં પણ રામ અને રાવણનું યુદ્ધ તેમજ 13 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ત્યારે જયશ્રી રામ ના નારાથી મોરબી ગુંજી ઉઠ્યું હતું.