જયશ્રી રામ ના ગગનભેદી નારા સાથે મોરબીમાં જય અંબે સોસાયટી-રાધા પાર્કમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવાનનું અપહરણ કરીને મારી નાખવાના ગુનામાં 11 આરોપીઓની ધરપકડ
SHARE
મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવાનનું અપહરણ કરીને મારી નાખવાના ગુનામાં 11 આરોપીઓની ધરપકડ
મોરબીમાં યુવાનને પ્રેમ સંબંધ હતો તેનો ખાર રાખીને યુવતીના બે કાકા સહિતના 11 જેટલા શખ્સો દ્વારા યુવાનને ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો ત્યારબાદ તેનું રિક્ષામાં અપહરણ કરીને મોરબીના બેલા ગામ તરફ લઈ ગયા હતા અને ત્યાં સીએનજી પમ્પ નજીક બાવળની કાટમાં ધોકા વડે માર માર્યો હતો અને હાથે પગે તથા માથામાં માર માર્યો હોવાથી યુવાનને ગંભીર ઇજા થઇ હોવાથી મોત નીપજયું હતું જેથી હત્યાના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 11 શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી શહેરમાં આવેલ ઇન્દિરાનગરમાં ખોડીયાર માતાના મંદિર પાસે રહેતા વિશાલભાઈ પરસોતમભાઈ માનેવાડિયા (23)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રવીણ ઉર્ફે ઉગો આદગામા, નરેશ લાભુ વાઘેલા, કિશોર લાભુ વાઘેલા, વિશાલ કોળી, હકા અદગામા, કાના હકા, જયેશ જીવણ અદગામા, સુનિલ જયંતી જોગડીયા, મનીષ ઉર્ફે ભોલો, મેરિયો રબારી અને એક અજાણ્યો શખ્સ તથા તપાસમાં જેના નામ ખૂલે તેની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, ઇન્દિરાનગરમાં તેઓ જ્યાં રહે છે ત્યાં તેનો ભાઈ મૃતક વિજય ઉર્ફે રવિ પરસોત્તમભાઈ માનેવાડીયા જાતે કોળી (20) હાજર હતો ત્યારે આરોપી પ્રવીણ ઉર્ફે ઉગો અને હકા અદગામા સહિતના ત્યાં આવ્યા હતા અને આ બંને શખ્સની ભત્રીજી સાથે ફરિયાદીના ભાઈને પ્રેમ સંબંધ હોય તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી તથા સાહેદો ઇન્દિરાનગર વિસ્તારમાં ધોકા પાઇપ જેવા હથિયારથી વિજય ઉર્ફે રવિને શરીર ઉપર આડેધડ મારવામાં આવ્યો હતો તેમજ ઢસડીને તેનું રિક્ષામાં અપહરણ કરીને લઈ ગયા હતા ત્યારબાદ મોરબી તાલુકાના બેલા નજીક બાવળની કાંટમાં લઈ જઈને ત્યાં ધોકા વડે માર માર્યો હતો જેથી વિજય ઉર્ફે રવિ માનેવાડિયાનું મોત નીપજયું હતું અને હત્યાનો બનાવ બન્યો હતો અને મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની હાલમાં ધરપકડ કરેલ છે
આ ગુનામાં બી ડિવિઝનના પીઆઇ એન.એ. વસાવા તેમજ તેની ટીમ દ્વારા જે આરોપીઓને પકડવામાં આવેલ છે તેમાં આરોપી હરખજી ઉર્ફે હકો જીવણભાઇ અદગામા (44) હે. ઘુટુ ડારમા ડાડાના મંદિર પાછળ મોરબી, નરેશભાઇ લાભુભાઇ વાઘેલા (26) રહે. ત્રાજપર મોરબી, વિશાલભાઇ ગાંડુભાઇ બાવરવા (24) રહે. ઘુટુ મોરબી, જયેશભાઇ જીવણભાઇ અદગામા (35) રહે. મૂળ ત્રાજપર હાલ રહે ઘુટુ મોરબી, કાનાભાઇ હરખજીભાઇ ઉર્ફે હકાભાઇ અદગામા (20) રહે. ઘુટુ મોરબી, સીયારામ ગનેશભાઇ યાદવ (26) રહે. બેલા નજીક લેક્સો પીલોસ કંપનીમા મુળ રહે. કુલાવા યુપી, મનીષ અશોકભાઇ દંતેસરીયા (19) રહે. ઘુટુ મોરબી, મેરૂભાઇ ભરતભાઇ કરકટા (23) રહે. શકત શનાળા મોરબી, કિશોરભાઇ લાભુભાઇ વાઘેલા (35) રહે. ત્રાજપર મોરબી, સુનીલભાઇ જયંતીભાઈ જોગડીયા (23) રહે. ઘુટુ મોરબી અને પ્રવિણ ઉર્ફે ઉગો જગમાલભાઇ અદગામા (24) રહે. ત્રાજપર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે.