મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

ચણા-મમરાની જેમ હથિયાર મળે !: મોરબી યાર્ડ સામે બેઠેલા શખ્સની થેલીમાંથી એક પિસ્તોલ-બે તમંચા કબ્જે કરતી પોલીસે


SHARE













ચણા-મમરાની જેમ હથિયાર મળે !: મોરબી યાર્ડ સામે બેઠેલા શખ્સની થેલીમાંથી એક પિસ્તોલ-બે તમંચા કબ્જે કરતી પોલીસે

મોરબીમાં ગેરકાયદે હથિયાર જાણે કે ચણા મમરાની જેમ થેલીમાં લઈને ફરતા હોય તેવો ઘાટ જોવા મળ્યો છે કારણ કે મોરબી જિલ્લા સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ સામે બેઠેલા શખ્સ પાસે રહેલ થેલી પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી એક પિસ્તોલ અને બે તમંચા મળી આવ્યા હતા જેથી પોલીસે ત્રણ હથિયાર, બે કાર્ટીસ અને મોબાઈલ મળીને 30,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં કાયદોને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે પ્રશ્ન ઉભો થાય તેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે થોડા સમય પહેલા જ સનાળા ગામ પાસે એક હોટલમાં ફાયરિંગની ઘટના બની હતી અને તેમાં ગેરકાયદે હથિયારનો ઉપયોગ થયો હતો તેવી જ રીતે સનાળા ગામની સીમમાં નીલગાયનો શિકાર કરવામાં આવ્યો હતો અને તેમાં પણ ગેરકાયદે હથિયારનો ઉપયોગ થયો હતો તેવી વિગતો જે તે સમયે સામે આવી હતી દરમિયાન ગેરકાયદે હથિયાર શોધવા માટે થઈને મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કિશોરદાન ગઢવી અને આસિફભાઇ રાઉમાને મળેલ હકીકત આધારે મોરબીના સનાળા રોડ ઉપર માર્કેટયાર્ડની સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે થેલી લઈને બેઠેલા શખ્સને પોલીસે ચેક કર્યો હતો. ત્યારે તેની પાસે રહેલી થેલીમાંથી એક પિસ્તોલ, બે દેશી બનાવટના તમંચા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 15,000 રૂપિયાની કિંમતની પિસ્તોલ, 10,000 રૂપિયાની કિંમતના બે તમંચા, 200 રૂપિયાની કિંમતના બે જીવતા કાર્ટિસ તેમજ 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 30,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે વીરુ ઉર્ફે ટાવર નટુભા જાડેજા (42) રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ સનાળા રોડ એમ-365 મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની પાસે રાખતો હતો તે દિશામાં હવે આગળની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.




Latest News