મોરબીના આંદરણા નજીક ડબલ સવારી બાઇકને રીક્ષા ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત
SHARE
મોરબીના આંદરણા નજીક ડબલ સવારી બાઇકને રીક્ષા ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત
મોરબી-હળવદ રોડ ઉપર આવેલા આંદરણા અને સમલી ગામની વચ્ચે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારી બાઇકની સાથે ઓટો રીક્ષા અથડાઈ હતી.ઓટો રીક્ષા અથડાવાના લીધે બાઇકના પાછળના ભાગે બેઠેલો યુવાન નીચે પટકાયો હતો.જેમાં માથાના ભાગે તેને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે મોત નીપજયુ હોવાનું હાલ સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના હળવદ રોડ ઉપર આવેલા આંદરણા અને સમલી ગામની વચ્ચે આ અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં તા.૨૧ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં મૃતક સાગરભાઇ કેશાભાઈ ગઢીયા (ઉમર ૨૮) રહે.રણછોડગઢ તા.હળવદ જી.મોરબી તથા એક અન્ય યુવાન બંને બાઈકમાં જતા હતા.મૃતક સાગરભાઇ કેશાભાઇ બાઈકના પાછળના ભાગે બેઠો હતો.ત્યારે આંદરણા અને સમલી ગામની વચ્ચે રીક્ષા ચાલકે તેઓના બાઇકવે હડફેટે લેતા બાઇકના પાછળના ભાગે બેઠેલ સાગરભાઇ નીચે પટકાયો હતો.જેથી માથામાં થયેલી ગંભીર ઇજાઓને પગલે તેનું મોત થયુ હતું.જેથી તેના ડેડબોડીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવતા હાલ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના રહેવાથી કૌશલભાઈ પ્રાણજીવનભાઈ ઢોરીયા નામના ૩૭ વર્ષના યુવાનને ત્રાજપર ચોકડી પાસે આવેલ ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પાસે બાઈક સ્લીપ થઈ જવાના પગલે ડાબા હાથના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ ફેમસ સિરામિક નજીક રહેતો રાહુલસિંહ અનસિંગ દાવરા નામનો ૧૭ વર્ષના સગીર બાઈક લઈને જેતપર રોડ ઉપરથી જતો હતો.ત્યારે પાવડીયારી નજીક બાઇક સ્લીપ થઈ જતા ઇજાઓ પહોંચી હતી.
મહિલા સારવારમાં
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર આવેલ શાકમાર્કેટ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં રોડ ક્રોસ કરી રહેલા ચંદાબેન ભુવનભાઈ દેલવાણીયા (૪૪) રહે.ત્રણ માળીયા પાસે લાલબાગ નજીક વેજીટેબલ રોડ મોરબી-૨ ને ઇજાઓ પહોંચી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતો તેજસ મહેશભાઈ સનુરા નામનો ૧૮ વર્ષનો યુવાન મોટરસાયકલ લઈને જતો હતો ત્યારે ખારી વિસ્તાર નજીક તેનું બાઈક સ્લીપ થતા તે પડી ગયો હતો જેથી ઈજા થતાં સારવાર માટે ખસેડાયો હતો.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાસે આવેલ આદર્શ સોસાયટીમાં રહેતા રમણભાઈ યતેન્દ્રપાલ જાદોન (ઉમર ૨૮) નામના પરપ્રાંતિય યુવાનને વેજીટેબલ રોડ ઉપર ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના ધર્મેન્દ્રભાઈ રાંકજા દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે માવો થુકવા બાબતે બોલાચાલીમાં ઝઘડો થયો હતો અને બાદમાં મારામારીનો બનાવ બન્યો હતો.