ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીએ કામ ધંધો કરવા માટે કહેતા પતિએ પકડી અનંતની વાટ


SHARE











મોરબીમાં પત્નીએ કામ ધંધો કરવા માટે કહેતા પતિએ પકડી અનંતની વાટ

મોરબીના સામાકાંઠે સોઓરડી રોડ ઉપર આવેલ ભુવનેશ્વરી પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.જેથી તેના ડેડબોડીને પીએમ માટે સિવિલે લાવવામાં આવતા બનાવની જાણ થવાથી હાલ પોલીસ દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.પત્ની દ્વારા કામ ધંધો કરવા માટે કહેવામાં આવતા તે વાતનું મનમાં લાગી આવવાથી યુવાને અંતિમ પગલું ભરી લીધુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ સુરેન્દ્રનગરના જંકશન પ્લોટમાં આવેલ નૂરે મિલાદ રોડનો રહેવાસી અને છેલ્લા કેટલાક સમયથી મોરબીના સામાકાંઠે સોઓરડી રોડ ઉપર આવેલ ભુવનેશ્વરી પાર્ક ખાતે રહેતા ફિરોજભાઈ ઈસાભાઈ બાબરીયા નામના ૩૪ વર્ષના યુવાને તા.૨૧ ના રાત્રિના નવેક વાગ્યે તેના ઘરે ફાંસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત નિપજત્તા તેના ડેડબોડીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યું હતું અને આ બનાવ અંગે ત્યાં રહેતા અકબરભાઈ સાંગણભાઈ મોવર નામના વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના ધર્મેન્દ્રભાઈ રાંકજાએ તપાસ કરતા સામે આવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી મૃતક ફિરોજભાઈ બાબરીયા કોઈ કામકાજ કરતા ન હોય તેઓના પત્ની દ્વારા તેને કામકાજ કરવાનું કહેવામાં આવ્યું હતું જે બાબતનું તેને મનમાં લાગી આવતા તેણએ ગળેફાસો ખાઈ લેતા તેનું મોત થયુ હતું.

સગીર સારવારમાં

મોરબીના કૃષ્ણનગર (ગાળા) ગામે રહેતા વિશાલભાઈ રમેશભાઈ મુછડીયા નામનો ૧૫ વર્ષનો સગીર બાઈકના પાછળના ભાગેથી નિચે પડી જતા ઈજા પામતા સારવાર માટે મોરબી સિવિલ લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના આંદરણા ગામે ઘરના આંગણા પાસે બેઠેલા સેજલબેન છગનભાઈ બાંભવા નામની ૧૬ વર્ષની યુવતીને ઘર નજીક સાપ કરડી જતા તેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી રહી છે.

કેરોસીન પી જતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામે રહેતા પરિવારનો અંશ રાજકુમાર જાટવ નામનો દોઢ વર્ષનો બાળક ઘરે રમતા રમતા બપોરના ચારેક વાગ્યાના અરસામાં કેરોસીન પી ગયો હતો જેથી તેને ત્યાં આવેલી ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના બી.જી.દેત્રોજા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News