મોરબી OSEM CBSE સ્કુલના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટસમાં ઝળક્યા
માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે સરકારી યોજનાની જનજાગૃતિ માટે માહિતી ખાતાનો લોકડાયરો યોજાયો
SHARE
માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે સરકારી યોજનાની જનજાગૃતિ માટે માહિતી ખાતાનો લોકડાયરો યોજાયો
મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં સરકારી યોજનાઓની જનજાગૃતિ વધે, સમાજમાં સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે તે માટે વિવિધ લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ લોક કલાકારોને પ્રોગ્રામની ફાળવણી રાજ્ય સરકારના નિયમાનુસાર કરવામાં આવતી હોય છે.
તાજેતરમાં માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન, પરંપરાગત રાસ ગરબા, સેવા સેતુ અને એક પેડ માં કે નામ વિશે લોકોને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત માળિયા મિયાણા તાલુકાના વાઘરવા ગામમાં પણ સંતવાણી અને પરંપરાગત રાસ ગરબાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ બંને કાર્યક્રમમાં લોકગીતો, ભજન, નાટકનોનો ગ્રામ સરપંચશ્રી, આજુબાજુના ગામમાંથી પધારેલા લોક પ્રતિનિધીઓ, ૨૫૦ થી વધુ ગ્રામજનોએ આસ્વાદ માણ્યો હતો. તેમજ લોક કલાકાર શ્રીમતી જાગૃતિબેન નિમાવતને સરવડ ગ્રામ પંચાયત અને વાઘરવા ગ્રામ પંચાયત દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.